________________
૧૭૬
શુભસ’મહુ-ભાગ ૭ મા
११४ - सात्त्विक बळ केवी रीते मेळवी शकाय ?
TOTALE
(લેખકઃ–શ્રી, રવિશ'કર, જટાશંકર વૈદ્ય)
શરીરબળ અને મનેાબળ પ્રાપ્ત થવા માટે સૌ કાઈ ઇચ્છા કરે છે. આ બળ પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિ આ જમાનામાં ઘણીજ થઈ રહી છે. ખરૂં શરીરબળ અને મનેાબળ કેવા પ્રકારનું હોવું જોઇએ અને તે કેવી રીતે મેળવવું જોઇએ, તે તરફ આખું લક્ષ અપાય છે. આ શરીરબળ અને મનેબળ વિષે આપણા ઋષિમુનિએ પુસ્તકેામાં સારી રીતે વર્ણન કરી ગયા છે. તે મેળવવાના રસ્તા બતાવી ગયા છે. આપણા બાપદાદાએ એ આજ્ઞાએ સમજીને સારી રીતે પાળતા હતા. તેમાં તેમને પૂર્ણશ્રદ્ધા હતી. તેને અનુભવ લધા હતા. કાળે કરીને આ વાત ઘણાં કારણોને લઇને ભૂલાઇ ગઈ છે. આ ભુલાઇ ગયેલી વાત અને તેના લાભ, હાલના જમાનામાં આડકતરી રીતે સમજાયા પછી આ વાતાવરણમાં ફેરફાર થતા જાય છે. આપણી ખરી સ્થિતિનું ભાન થતું જાય છે અને તેમાં યેાગ્ય ફેરફાર કરીને લાભ લેવા માંડયા છે.
શરીરબળ એટલે બ્રહ્મચર્યાં અને મનેબળ એટલે વિચારપૂર્વક બુદ્ધિથી ઉપયાગ. ગમે તે સ્થિતિમાં અને ગમે તે રીતે આ બળ વાપરવું તે ખરૂં બળ નથી, તેને યથા ઉપયાગ કરવામાં આવે અને તે જનસમાજની સાથે સાથે આપણને લાભકર્તા થઈ પડે, એ જાતનું શરીરબળ અને મનાબળ હેવું જોઇએ આવાં બળને સાત્ત્વિક શરીર્મળ અને મનેામળ કહેવું જોઇએ. શરીરબળ અને મનેબળ તે જંગલી પશુ અને પ્રાણીમાં પણ હેાય છે. આવાં પશુ અને પ્રાણી જેવાં બળની મનુષ્યાને જરૂર હતી નથી. શરીરમાં ખળ હોય પણ જ્યાં જે પ્રકારના બળની જરૂર હોય ત્યાં તે બળ વાપરવુ જોઇએ. હાલના વખતમાં અહિંસાવાદી સૈનિકાએ સાત્ત્વિક શરીરબળ અને મને બળ વાપરવા માંડયું છે અને તે રસ્તા મહાત્મા ગાંધીજીએ બતાવી આપ્યા છે. આવુ બળ મેળવવા માટે અમુક પ્રકારના નિગ્રહની જરૂર છે. આવા નિગ્રહમાં મહાત્મા ગાંધીજીએ હાથની કાંતેલી અને વણેલી ખાદી પહેરવાની સૂચના કરી છે. આ ખાદી જૂના જમાનામાં પહેરવામાં આવતી હતી. બીજી મેાજશેાખની ચીજો તજી દેવાને માટે મ. ગાંધીજી તરફથી સૂચન કરવામાં આવ્યું છે. ધણા વખતથી પાશ્ચમાત્ય ચીજોના મેહમાં આપણું તણાયા કરતા હતા. આ મેહમાંથી બચાવવા માટે મ॰ ગાંધીજીએ સારી રીતે પ્રયત્ન કર્યાં છે અને તે પ્રયત્નને આપણે ધણે અંશે વધાવી લીધેા છે, જે આપણા શુભ ભાવીની નિશાની છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com