________________
ખુનીઓને ઉત્તમ નાગરિક બનાવવાની રીત પ૮૭ હમારે શિક્ષિત લોગોં ને મિલ ઔર બર્ક કે લેખે સે કઈ ઉંછ રટ લિયે હૈ, પરંતુ દેશભક્તિ સે વહ વૈસે હી કેરે હૈ, જૈસા કિ ચાદ કા વાસી.
(જાન્યુઆરી-૧૯૩૧ ને “શુદ્ધિ સમાચારમાંથી)
११८-खुनीओने उत्तम नागरिको बनाववानीरीत
(લેખક:-શ્રી. ચુનીલાલ ધ. પટેલ) [મનુષ્ય એવો શક્તિમાન છે કે તે જે ધારે તે કરી શકે છે, એટલું જ નહિ પણ બીજાઓ પાસે પણ તેમ કરાવી શકે છે. આ દિશામાં અમેરિકામાં એક સામાન્ય મનુષ્ય પ્રયત્નપૂર્વક કેવું કામ કરવા માંડયું છે, તે વાંચીને વાચક પિતાના જીવનમાં પણ અનેક પરિવર્તન કરી શકે છે.]
થેડા વખત પહેલાં અમેરિકાના અગ્રગણ્ય કેળવણીકારે એક પ્રશ્નને છણવા ભેગા થયા હતા. “ચારિત્ર્ય કેમ ઘડવું ?” એ મહાન પ્રશ્ન તેમની આગળ મુકાયો હતો. ઘણું વિચારશ્રેણીઓ ઉપર વિચાર ચલાવવામાં આવ્યો, પણ કેઈએ દઢતાપૂર્વક તેમ ને કહ્યું કે તેની રીત રામબાણ ઈલાજ છે.
છતાં એ દેશમાં એક માણસ એવો છે, કે જેની ચારિત્ર્ય ઘડવાની રીત દરેક ઘર, નિશાળ કે કેદખાનામાં અજમાવવી જોઈએ છે. તેનું નામ જે. ક રાઈટ, ડી. સી. એસ. છે. ડી. સી. એસ. ને અર્થ થાય છે “ોકટર ઑફ કૉમન સેન્સ” (સામાન્ય બુદ્ધિને વૈદ્ય). આ ઉપાધિ તેણે એક કેદખાનાના કેદીઓ પાસેથી મેળવી છે, કારણ કે તેણે તેમને ખરા રસ્તે ચઢાવ્યા હતા.
આજથી ૨૦ વર્ષ પહેલાં કૈંક રાઈટ રેલવેમાં એક સામાન્ય ઈજનેર હતો. રાઈટ કહે છે કે, તે વખતના રેલવે કામદારો બે વાતમાં મશહૂર હતા. એક જૂઠા સમ ખાવા અને બીજી દારૂ પીવાની ના ન કહેવી. રાઈટ પિતે આ બે બાબતમાં મશહૂર હતો અને વધારામાં દિવસની ૨૦ સીગાર પણ ઝુકી જતો. ડોકટરોએ તેને સલાહ આપી કે જે તે બીડી પીવાનું નહિ છેડી દે તે મરી જશે અને જે એકદમ છોડી દેશે તો પણ તે મરી જાય એવો સંભવ છે. ધર્મગુરુઓએ તેને કહ્યું કે, જે તે જૂઠા સમ ખાવાના નહિ છોડી દે તે નરકમાં જશે. તેણે ઘણું વર્ષ સુધી આ બંને કુટે છોડવાના ધીમે ધીમે પ્રયાસ કરવા માંડયા, પણ નિષ્ફળ નીવડ્યા. કોઈ પણ માણસ એમ સફળ થયોજ નથી અને થશે પણ નહિ. તમારે જે કઈ નવી ટેવ પાડવી હોય તો ખરો રસ્તો
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat