________________
૫૮૩
રેડિયોના ચમત્કાર પરિણામે નુકસાન કરનારાં છે, માટે ચા પીનાર ભાઈઓને અમારી સૂચના છે કે, ચાને તજી દઈને તમારા શરીરને સુધારો. અમુક ભાઈએ ચા છેડશે, તેઓ બીજાઓને છેડવવાને વિનવશે તે આમ કરતાં ચા સર્વત્ર છૂટી જશે. સાથે સાથે જણાવી દેવાની જરૂર છે કે, જેમ ચા નુકસાન કરનાર છે તેમ કંડીથી પણ નુકસાન થાય છે. તે ધાતુને ખાસ નુકસાન કરનાર છે. હાલમાં કૉફીમાં બીજી ચીજોની મેળવણું કરીને વેચવામાં આવે છે. ચા-કોફી બન્ને માદક વસ્તુઓ છે, માટે તે બંનેને છોડવાની જરૂર છે. (“વૈદ્યક૫ત”માંથી)
११६-रेडियोना चमत्कार આપણે ત્યાં રેડિયેનો પ્રચાર ઘણા થોડા વખતથી થયો છે. તે છતાં તેણે થોડા વખતમાં ઘણે આશ્ચર્યજનક ફેરફાર કરી નાખે છે. રેડિયો વડે આપણે હજારો માઈલ દૂર બેઠા છતાં ભાષણે સાંભળીએ છીએ, સંગીતને આનંદ મેળવીએ છીએ અને આવશ્યક વસ્તુઓનાં ચિત્રો પ્રાપ્ત કરીએ છીએ. પરંતુ જાપાનના એક સેનાનાયકે રેડિયોને એક ભયંકર કાર્ય સાથે જોડયું છે. રણક્ષેત્રમાં માણસોનો સંહાર કરનારાં જે યંત્રો હોય છે તે યંત્રને રેડિયે મારફતે ચલાવવાની તેણે નવી યુક્તિ શોધી કાઢી છે. રેડિયો વડે આ નાશકારક યંત્રે લગભગ પાંચ માઈલની ગતિથી દોડે છે. એક વિશાળ અને ભયંકર યંત્રને પોતાની મેળે આવી ગતિથી દોડતું જોઇને જેનારાના મનમાં ભય ઉત્પન કરે એ સ્વાભાવિક છે. યંત્રને સંચાલક પાંચ પચીસ માઈલ છેટે બેઠેલો હોય છે અને યંત્ર આવી રીતે સંચાલક વિના ધારેલે સ્થળે દોડયું જાય છે, એ વાત ખરેખર એ સદીની છેલ્લામાં છેલ્લી અજાયબીજ કહી શકાય. જે કે રેડિયો, યંત્રને કાઈ નવું બળ આપતું નથી, બધી સામગ્રી તો તેની અંદર ભરી દેવામાં આવે છે; તે છતાં રેડિયોની લહેરો યંત્રના ચક્કર પર પડે છે, જેથી યંત્ર દોડે છે અને અજાયબ રીતે તે પોતાનું કામ સફળ કરે છે. એક તરફ જ્યારે રેડિયો આવું ભયંકર કામ કરે છે, ત્યારે તે બીજી તરફ માણસની જીદગી બચાવે છે. હમણાં રોગને દૂર કરવાને માટે યુરેપના ડકટરે તેને ઉપગ કરે છે. ભયંકર રોગોના જંતુઓથી સપડાયેલા દરદીને એક પેટીમાં સુવાડીને રેડિયોની નાની લહેરો તેના પર ફેંકવામાં આવે છે, જેથી થોડા વખતમાં તેની અસર થાય છે અને દરદીના શરીરમાં રહેલ હાનિકારક જતુઓ નાશ પામે છે. ઈંજેકશન, બાષ્પસ્નાન વગેરે ક્રિયા જેવું જ રેડિયે કામ કરે છે. પરંતુ હજુ સુધી એને પ્રભાવ સર્વગામી થયો નથી. (તા. ૮-૨-૩૧ ના “હિંદુમાંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com