________________
-
-
--
-
-
--
૫૬૮
શુભસંગ્રહ–ભાગ ૭ માં ખૂટવા લાગ્યું. મારી પત્નીએ તદ્દન કર્કશતાથી જણાવી દીધું કે “હવે માત્ર ચાર જ દિવસ ચાલે તેટલું અનાજ છે.” એટલે મેં નિર્ણય કર્યો કે, અરધું ભૂખ્યું રહી આઠ દિવસ એ અનાજ ચલાવવું.
મારી પત્નીને કહ્યું: “ હવે આપણે ખાઈએ છીએ તેના કરતાં અરધું ખાઈને એ અનાજ આઠ દિવસ ચલાવીશું.”
અન્ય કંઈ ઉપાય જ નહિ હોવાથી મારી પત્ની પણ એકજ ટંક આહાર કરવા સંમત થઈ.
અમારા પાડોશીના બંગલામાં પણ એજ સ્થિતિ હતી.
હવે વળી અનાજ માટે ચેારીને ઉપદ્રવ વધી પડેલે હેવાથી અમેએ અનાજના દાબડાને તીજોરીમાં મૂકવાનું શરૂ કર્યું.
રાત્રે રસોડા આગળ જરા ખખડાટ થતાં મારી આંખ ઉઘડી જતી. “ખાવાનું ચેરાઈ જશે ” તેની બીકે અમે રાત્રે લગભગ અરધાં જાગતાં જ સૂઈ રહેતાં.
ગામમાં અનાજને એક કણ પણ મળતો ન હતો. દેણુબજારમાંનું અનાજ સરકારે તેમના લશ્કર માટે જપ્ત કર્યું હતું. એ અનાજમાંથી સૈનિકે માટે ખાવાનું પૂરું પાડવામાં આવતું.
આમ શહેરમાંથી તે અનાજ જરાયે મળે તેમ ન હતું અને ભૂખમરે અમારા સામે ડોળા ઘુરકાવતે વેગથી આવતો હતો.
પરાકાષ્ઠા માત્ર એક જ દિવસ ચાલે તેટલું અનાજ ઘરમાં રહ્યું હતું. મારી પત્નીના શરીર પર ભૂખમરાની નિશાનીઓ ચોખી જણાતી હતી. મારા શરીરમાં અશકિત આવવા લાગી હતી. સવારમાં ઉઠાતું પણ નહિ. જરા જરામાં પરસેવે વળતે. મારી પત્નીની પણ એજ દશા હતી. તે પણ ઉઠી શકતી ન હતી. ઘરમાં કચરે તે પારાવાર પ હતો. અમારા બેસવાના ખંડમાં ધૂળ પણ પુષ્કળ ચઢી ગઈ હતી.
આખરે અનાજને છેલ્લો કણ પણ પૂરો થયો અને ખરેખર અમારે માટે ભૂખમરો શરૂ થયો. અનાજ એક ટંક પણ મળતું હતું તે આખરે બંધ થયું અને માત્ર પાણભેર દિવસ ગુજારવાને સમય આવી પહોંચ્યા.
જે દિવસને માટે કામદારે ધમકી આપી રહ્યા હતા, જે ક્ષણને માટે તેઓ રાહ જોઈ રહ્યા હતા, તે ક્ષણ આખરે આવી.
બપોરના બારેક વાગતાં ભૂખ તો એટલી કકડીને લાગી કે મન વિહવળ થઈ ગયું, પત્નીથી તે ઉઠાયું જ નહિ, તેના શરીરમાં જરાયે શક્તિ રહી ન હતી. એટલામાં ધીમે અવાજે બારણું ઉઘડયું. મારો એક મિત્ર
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat