________________
ક્ષુધાતેં જાગ્યા ત્યારે
પ૬૯ બહુજ ધીમે ધીમે આવ્યો. મારામાં “આવો' કહેવાની હોંશ જરાયે ન હતી. માત્ર તે ધીમે પગલે પલંગ સુધી આવ્યો.
પલંગની પાસે જ પડેલી ખુરશી ઉપર તે જરા નિઃશ્વાસ નાખી બેઠેઃ “કેમ કંઇ અનાજ મળ્યું ?”
મેં હતાશ વદને ના પાડી.
મારી પત્નીએ કહ્યું: “ આજ તો અપવાસ છે. ગઈ કાલ બપોર પછી અમે જરાયે અન્ન પામ્યાં નથી.” તેના ધીરા-કરુણ અવાજે વાતાવરણને વધુ કરુણ કરી મૂક્યું.
આખરે ભૂખમરાના નિર્દય અનુભવ પછી “ કામદારોની માગણી સંતેષાવી જોઈએ” એ કાગળ લખવાને મેં વિચાર કર્યો.
પણ જે હું લખતો હતો કે મારી પત્નીએ ટકોર કરી કે તમારો કાગળ લઈ કાણું જશે ?”
અને ખરે તેમજ હતું !
આંખને તમ્મર આવવા લાગ્યાં. ભૂખમરાએ અમારા શરીરને ભાગી નાખ્યું હતું. ઉઠવાની તો જરાયે તાકાત ન હતી.
એક ક્ષણવારમાં તો મને આખું ઘર ફરતું લાગ્યું-ફર્નિચર ચક્રાવાના આકારમાં ફરતું લાગ્યું. “પેલું મકાન આમ કેમ દેખાય છે ?' પત્નીને પૂછ્યું તેને શું જવાબ મળે તે કંઈ સમજાય નહિ.
પછી કેટલો કાળ પસાર થયે તે હું કહી શકું તેમ નથી. કારણ કે જ્યારે મને શુદ્ધિ આવી ત્યારે હું જોઈ શક્યો કે, મારી પાસે મારી પત્ની તેમજ મારા નોકરો ઉભા હતા.
મારી પત્ની મને દૂધ પાઈ રહી હતી. મારી આંખ ઉઘડતાં જ તેણે આવકારદાયક અવાજે કહ્યું “ હડતાલ પૂરી થઇ છે ? અને અમારા નેકરે ઉમેર્યું કે “કામદારે તેમાં વિજય પામ્યા છે.
(તા. ૧-૨-૧૯૩૧ના “પ્રજામિત્ર કેસરી”માંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com