________________
ક્ષુધાતેં જાગ્યા ત્યારે
પ૭ હતી. તેઓ તે ઉલટા આનંદમાં આવી ભાષણે ગોઠવતા હતા, અને કામદાર નેતાઓ તેમને ઉત્સાહ આપી રહ્યા હતા.
કામદાર લત્તાની એક હોટેલમાં મેં હા લીધી, થાડુંક ખાધું. પણ પકડાઈ જવાની બીકે ગુપચુપ ખાઈને મેં કલબને રસ્તો લીધો.
કલબમાં અત્યારે તો બધાજ એકઠા મળ્યા હતા. પરસ્પર આળ ચઢાવવામાં મશગુલ બની ગયેલા એ માલેતુજારેની ભેગો હું પણ ભળી ગયો. અમારામાં કેટલાક માત્ર મારી માફક બેંકના વ્યાજ પર જીવતા હતા, તે કેટલાક મીલના વ્યવસ્થાપક હતા અને કેટલાક શરાફેા હતા.
અમારામાંથી એક જરા સમાજવાદી જે શેઠ પણ હતે. તેણે તે બધાને ખીજવવાનો ધંધે શરૂ કર્યો હતો. દરેકને તે ખૂબ ચીડવતો. એણે મારી મશ્કરી કરતાં કહ્યું
છે કેમ આજ હા મળી કે ?” “ દૂધ વગર” મેં જવાબ આપો.
“ બે દહાડા પછી તમને તે પણ મળશે નહિ. યાદ રાખે, જાણે છે કે, કામદારોનાં બાળકોને કદી દૂધ પણ મળતું નથી, અને ઉલટા તમે રોજી ઘટાડવા માગે છે !”
પણ તેમાં હું શું કરું ?” એક શ્રીમંતે વિરોધ કર્યો.
કેમ, તમારી જવાબદારી શું ઓછી સમજે છે ? તમારી બેંક ઉદ્યોગ ઉપર પૈસા ધીરે છે. આ પૈસાના વ્યાજ માટે કામદાર લેકેનું લોહી ચુસાય છે. તમારું વ્યાજ એ કામદારોના લેહીથી ખરડાયેલું છે.” તેણે તો આગળ ચલાવ્યેજ રાખ્યું.
“ અને એમ ન સમજતા કે, તમારી કેળવણું, તમારો ધર્મ, તમારી નીતિભાવના હવે બહુ લાંબો કાળ કામદાર જનતાને છેતરી શકે. હવે એમ ન માનતા કે, તમારા ભાડુતી કેળવણીકારો તેમજ તમારા પગ ચાટતા અધ્યાપકો હવે જેમ શીખવાડે તેમ જનતા શીખશે. હવે તે શ્રમજીવી જનતા સમજી ગઈ છે કે, તમે તેમના પરિશ્રમ ઉપર વિલાસ કરે છે. તમે તેમની મહેનત પર મેજવિલાસ માણે છે અને તેથી કામદાર જનતા, તમને અને તમારી આ સમાજરચનાને તોડી નાખવા તત્પર બની છે....”
આ સમાજવાદી ભાઈનું ભાષણ ચાલુજ હતું, પણ મને તે સાંભળતાં કંટાળો આવ્ય; એટલે હું પછી ધીમે પગલે ઘેર ગયે.
ભૂખમરો અસાધારણ હડતાલ તો ધાર્યા કરતાં ઘણી લાંબી ચાલી. એક અઠવાડિયું પસાર થઈ ગયું, અને અમારા ઘરમાં અનાજ હવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com