________________
૫૬૬
શુભસંગ્રહ-ભાગ ૯ મિ વ્યવસ્થાપક વગેરેજ હતા. મારી માફક માત્ર બેંકના વ્યાજ પર જીવન ગુજારનારા પણ કેટલાક હતા, પણ તેમની સંખ્યા ઓછી.
એકે કહ્યું: “ કામદારો તે હડતાલ પાડી બેઠા. હવે શું થશે?”
બીજાએ જણાવ્યું “સેફ ડીપોઝીટ અને બેંકો પર સરકારે લશ્કરી પહેરે મૂકી દીધો છે! ”
ત્રીજાએ ઉમેર્યું: “લશ્કરી બેએક ટુકડીને તૈયાર રાખવામાં આવી છે એવા સમાચાર મળ્યા છે.”
કમાન્ડર કહેતો હતો કે, દરેક શહેરમાં લશ્કર ગોઠવવાની સરકારે યોજના કરેલી હોવાથી આપણા શહેરમાં માત્ર બેજ ટુકડી તેઓ રાખી શકયા છે.” ચેથાએ પાદપૂતિ કરી.
પાંચ લાખ કામદારો સામે આ પાંચસે શું કરવાના હતા?” હતાશ થઈને છઠ્ઠાએ કહ્યું.
હું આ જૂથ છોડીને આગળ ચાલ્યો......રસ્તામાં કેટલાક લોકો હજુ પણ ટોળે વળી ઉભા હતા. સામાન્ય રીતે તેમનાથી પણ હું આગળ ગયો. આખરે એક જણ મારા જે મળ્યો. તે સાયકલ પર આવતો હતો. મને જોઈને સાયકલ પરથી તે નીચે ઉતર્યો.
તેણે કહ્યું: “ કામદાર લત્તાઓમાં તે એ લોકોએ ઉત્સવ માં છે. ત્યાં તે જરાએ ગભરાટ કે અંધાધુંધી નથી. ત્યાં તે બધું જ મળે છે. હાની હટેલો પણ બરાબર છે.”
એટલું કહી મારા તે મિત્રે સાયકલ પર બેસી ચાલતી પકડી.
હું તો આટલું ચાલતાં જ થાકી ગયેલ હોવાથી ધીમે પગલે ઘેર આવ્યો અને પત્નીને કહ્યું: “મામલો ઘણા ગંભીર છે.” મારી પત્નીના રોષદર્શક અવાજે જવાબ વાળ્યોઃ “તમારાંજ પાપ.'
કામદાર લત્તામાં સાંજના એક મિત્રની સાયકલ પર હું કામદાર વિભાગમાં ગયા. ત્યાં કંઈ જુદે જ રંગ જામ્યો હતો. અસાધારણ હડતાલના અનુભવે તેમને ખૂબ આનંદ આવ્યો હતો. શ્રીમંતવર્ગને પડતી હાડમારીઓની કથા અહીં દરેક પળે આવતી જતી હતી, અને આવી વાતને મેટું રૂપ આપીને દરેક કામદાર બીજાને કહેતે. કોઈ કહેતો “આજે અમુકને ચાહજ મળી નથી,” તે બીજે કહેઃ “ અમારા શેઠ તો આજ સવારના જ ભૂખ્યા છે.” આવી વાતોથી વાતાવરણ ગાજતું હતું.
તે લોકોએ અસાધારણ હડતાલની સારી તૈયારી કરી રાખી હતી. અનેક કામદારોએ અનાજ સંઘરી રાખેલું હતું, તેમજ જીવનને જરૂરીઆતની વસ્તુઓ પણ સારા પ્રમાણમાં સંઘરી રાખવામાં આવી હતી.
આ હડતાલથી તેમને તે કંઇજ હાડમારી ભોગવવાની ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com