________________
AAAAA.
આપણી આશ્રમ વ્યવસ્થા ૫૫૧ ब्रह्मचर्येण तपसा देवा मृत्युमुपानत । इन्द्रो ह ब्रह्मचर्येण देवेभ्यः स्वरा भरत् ॥ ब्रह्मचर्येण तपसा राजा राष्ट्र विरक्षति ।
आचार्यो ब्रह्मचर्येण ब्रह्मचारिणमिच्छते॥ આ મંત્ર અને
યજુર્વેદીય તૈત્તિરીય ઉપનિષદના ચોથા અનુવાકના મામાયg, વિનાયડુ, કમાયતુ બ્રહ્મચરઃ આ પ્રેમાળ શબ્દો જુઓ. ત્યારે આજે ઋષિમુનિઓનાં સંતાન નાની ઉંમરનાં વર અને વધૂનાં સ્વાગત કરી રહી છે. તેથી દેશમાં કરડે વિધવાઓ વિધમ અને ગાભક્ષક સંતતિ ઉત્પન્ન કરી રહી છે, ને કેટલીયે અધર્મમાગે જીવન ગુજારી ગર્ભપાત અને બાળહત્યાઓ કરે છે.
આજની દશા જોતાં બ્રહ્મચર્યન લોપથી પ્રજા નિર્બળ અને રોગી તેમજ બુદ્ધિહીન થઈ છે. એ ઘણે સ્થળે પ્રમાણે સહિત કહેવાયું છે. પરિણામે ભારતનું રાજ્ય ગુમાવ્યું છે અને વિદેશી તથા વિધર્મીઓના પાદાક્રાન્ત થઈ રહ્યા છીએ.
ગૃહસ્થાશ્રમ પૂર્વે ઓછામાં ઓછાં ૨૫ વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરાતું. જ્ઞાનપ્રાપ્તિ પછી પિતાના ગુણકર્માનુસાર બ્રહ્મચારિણું સાથે પાણિગ્રહણ કરાતું. તેથી પતિપત્નીમાં પરસ્પર પ્રેમ રહે અને ગૃહસ્થાશ્રમ સુખી પસાર કરાતો. હાલમાં બ્રહ્મચર્યનું પાલન ન હોવાથી, ગુણકર્માનુસાર લગ્ન ન થવાથી, બાળલગ્ન થવાથી ગૃહસ્થાશ્રમ દુઃખમય બની રહ્યા છે. વેદોની ધાર્મિક શિક્ષા બ્રહ્મચર્યઆશ્રમમાં મેળવવાથી ગૃહસ્થાશ્રમમાં જઈ પિતાનું જીવન નિરામિષ સાત્વિક કરતા. સચ્ચાઈ, નીતિ અને ધાર્મિકતાથી આજીવિકા મેળવી ધર્મ, અર્થ, કામ ને મેક્ષને પ્રાપ્ત કરતા. પ્રજનનવિજ્ઞાનના જ્ઞાનથી ફક્ત સંતાનઉત્પત્તિને માટે ઋતુગામી હોવાથી એ માતપિતાનાં શારીરિક સ્વાસ્થ સુંદર રહેતાં, બળ ને બુદ્ધિ વધતાં. ત્યારે આજે બ્રહ્મચર્યના નાશથી, પ્રજનનવિજ્ઞાનના અજ્ઞાનથી, દિનરાત વિષયમાં રમણ કરવાથી આધુનિક માતાપિતા અને પ્રજાનાં આરોગ્ય કેટલાં બધાં બગડી ગયાં છે ? અને તેથી એ પરિણામ આવી રહ્યું છે કે, પાછલી પેઢી કરતાં ચાલુ પેઢી ઉત્તરોત્તર પિતાનું જીવન કલુષિત ને અનીતિમાં ગાળતી થઈ છે. બ્રહ્મચર્યથી પૂર્વજોનાં જીવન કેટલાં શ્રેષ્ઠ હતાં !
यथा वायुं समाश्रित्य वर्तन्ते सर्व जन्तवः । तथा गृहस्थमाश्रित्य वर्तन्ते सर्व आश्रमाः ॥मनु-३-७८
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com