________________
આપણી આશ્રમ વ્યવસ્થા
પપ૩
ઘણાનું ધન હરણ કરે છે, લેકે ધક્કા ખાઈ પાછા આવે છે. આજે આશ્રમવ્યવસ્થાના નાશને લીધે મફત કેળવણી માટે સરકાર સામે પિકાર ઉઠાવવો પડે છે. શિક્ષણ ન મળવાથી મોટો ભાગ અજ્ઞાન છે. તેમાં નથી ધર્મ, પ્રેમ કે દેશભક્તિ છે.
દેશમાં ગુરુકુલ, કલેજે, પાઠશાળાઓ ચલાવવાને ધનસંગ્રહની ચિંતા હંમેશ રહે છે. ગુરુકુલોમાં પણ પૂરતા ધનના અભાવને લીધે ગરીબ જોઈએ તેટલો લાભ ઉઠાવી શકતા નથી.
પુરાણ કાળમાં વાનખરથીઓ શિક્ષણનું કામ વિના પગારે કરતા. બ્રહ્મચારીઓ ભિક્ષા લાવતા. નિર્વાહ કરતાં વધુ થતો ખરા રાય આપતું, ને કેટલોક ભાગ પ્રજા પણ પૂરતી. પરિણામે કોઈ અભણ નહતું.
આને ઉકેલ થયા વિના આરે નથી.
સંન્યાસાશ્રમ वनेषु च विहृत्यैवं तृतीयं भागमायुषः ।
चतुर्थमायुषो भागं त्यक्त्वा संगान्परिव्रजेत् ॥ मनु०
આયુષ્યને ત્રીજો ભાગ પૂરો કરી ચોથે ભાગ સંગેને છેડી વનમાં પસાર કરે. પ્રાચીન કાળમાં વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ આશ્રમની પ્રણાલી ચાલુ હતી, અને સર્વત્ર શાંતિનું સામ્રાજ્ય હતું. પછી બૌદ્ધ ભિક્ષુઓ સમસ્ત એશિયામાં ફરી વળ્યા હતા. આદિ શંકરાચાર્યું જૈન, બૌદ્ધ, કાપાલિક, શાકન, વામ અને મૂર્તિપૂજા તેમજ ૪૬ મતપંથનું ખંડન કર્યું હતું. સંન્યાસ લઈ તેમણે પ્રકટાવેલી
જ્યોતિના પ્રતાપે તો જૈન, વૈષ્ણવ આદિ સંપ્રદાયની મૂતિઓ જમીનમાં દાટી દેવામાં આવી હતી, જે આજે પણ ખોદકામ કરતાં મળી આવે છે. મૂર્તિઓ વિનાનાં મંદિરમાં વેદ-પાઠશાળા સ્થાપવાને તેમને ઉદ્દેશ હતો. પણ બે જૈન શિષ્યએ ઝેર દેવાથી એ કાર્ય અધુરૂં રહી ગયું. ભારતમાં વિધર્મીઓનાં આક્રમણ રોકવાને અને સહર્મનો પ્રચાર કરવાને તેમણે ચાર ગાદી સ્થાપી; પણ એમના શિષ્યોએ વેદવિરુદ્ધ “અહં બ્રહ્માદિક અને મૂર્તિપૂજાને પ્રચાર કરી ગુરુના ઉદ્દેશને ઉથલાવી નાખ્યો. પછી તે વિધમીએાનાં આક્રમણોને રોકી શક્યા નહિ, પરિણામે ૮ કરોડ વિધમી થયા.
અનેક નાતજાતે અને મતમતાન્તરનું અંધેર છવાયા પછીના કાળમાં મહર્ષિ દયાનંદજી નજરે પડે છે. તેમણે મતમતાંને સબલ વિરોધ સહન કરીને પણ સાચા વેદધર્મના ઉદ્ધાર માટે કમર કસી વેદવિરોધીઓને પરાસ્ત કર્યા. એમની પછી પણ થયેલા સંન્યાસીઓમાં દર્શનાનંદજી, નિત્યાનંદજી અને શ્રદ્ધાનંદજી તરી
શ. ૪૭.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com