________________
-કનક કકક કક
૫૫૬
શુભસંગ્રહ-ભાગ ૭ મે જવાહરલાલની પછી બે પુત્રીનો જન્મ થયો. તેમની મોટી પુત્રી સ્વરૂપકુમારી પ્રયાગના બેરીસ્ટર આર. એસ. પંડિતની સાથે નેહલગ્નથી જોડાયાં છે અને બીજી શ્રીમતી કૃષ્ણકુમારી હજુ કુંવારાં છે.
પંડિત મોતીલાલજીની કમાણી વધતી ગઈ. આથી તેમણે અલ્લાહાબાદમાં કર્નલ ગંજ મહોલ્લામાં સર સઈદ અહમદને બંગલો લેવાને વિચાર કર્યો. આ બ ગલે મુરાદાબાદના રાજા પરમાનંદની માલિકીને હતો; પણ તેઓ તેને ઉપયોગ કરતા ન હતા તેથી પંડિતજીને વેચાતે આપ્યો, જે અત્યારે આનંદભુવન નામથી પ્રસિદ્ધ છે. પંડિત મોતીલાલજી સૌંદર્યના પૂજક હતા તેથી બંગલાની આસપાસ મેટ બાગ બગીચો બનાવ્યો હતો. આ બંગલામાં પશ્ચિમની સભ્યતા પ્રમાણે તેઓ રહેવા લાગ્યા.
૧૯૧૯ માં પંડિતજીએ અમૃતસરમાં કોંગ્રેસનું પ્રમુખસ્થાન લીધું હતું.
૧૯૨૪ માં પંડિતજી વડી ધારાસભામાં સ્વરાજ્યપક્ષના નેતા બન્યા, અને પ્રજાપક્ષે રહી ભારે લડત ચલાવી હતી. દેશબંધુ દાસના સ્વર્ગવાસથી દેશના રાજકારી જીવનને ભાર પંડિત મોતીલાલને શિરે પડયો હતો. કેંગ્રેસની સૂચનાથી પંડિતજીએ સર્વપક્ષના પ્રતિનિધિઓ જોડે મળી નહેરૂ રિપોર્ટ ઘડી કાઢયો હતો.
સને ૧૯૨૭ માં મહાત્મા ગાંધીજીએ શરૂ કરેલા અસહકારના યુદ્ધમાં જોડાયા અને પોતે ચેમ્બર–પ્રેકટીસ કરવાનું શરૂ કર્યું; સાથે સાથે દેશની સેવા પણ કરતા. ઘણે વખત રાષ્ટ્રસેવામાં જતો હોવાથી વકીલાતમાં વખત થોડે જ મળતો. પણ આ ચેડા વખતમાં પણ હજાર રૂપીઆ મેળવી લેતા. ૧૯૨૭માં પંડિતજી લખનૌના એક કેસ બાબતમાં ઇંગ્લેન્ડ ગયા હતા તેમાં વિજયી બન્યા હતા. આ વખતે તેઓ “ઇ-ડીપેન્ડન્ટ” નામનું અંગ્રેજી અંદુ પત્ર પણ પ્રસિદ્ધ કરતા હતા. પંડિતજીની ગીરફતારી પછી એ પત્ર બંધ પડયું હતું.
સને ૧૯૨૮ માં વડી ધારાસભામાં સાયમન કમીશનને બહિષ્કાર કરવાનો ઠરાવ રજૂ કર્યો હતો, અને વધુમતે પસાર કરાવ્યો હતો. આ સાલમાં કલકત્તા ટાગ્રેસનું પ્રમુખસ્થાન પંડિતજીએ લીધું હતું.
સને ૧૯૨૯માં પડિતજીએ બાળલગ્નપર અંકુશ મૂકનારે શારદા એકટ પસાર કરાવવામાં પણ આગેવાનીભર્યો ભાગ લીધો હતો. સરકારે “પબ્લીક સેફટી બીલ” વડી ધારાસભામાં રજૂ કરતાં તેની ઝાટકણી કાઢી હતી અને તેને પસાર થવા દીધું ન હતું.
સને ૧૯૩૦ માં મહાત્મા ગાંધીજી તા. ૧૨ મી માર્ચે કુચ કરી દાંડી ગયા અને કાયદાભંગની લગત ઉપાડી. આ લડતમાં પંડિતજીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com