________________
૫૫૪
શુભસંગ્રહ ભાગ ૭ માં આવે છે. શ્રદ્ધાનંદજીએ તો ગોળી ખાઈ સાચા સંન્યસ્તને ઉજાળ્યું છે, અને આજે પણ આર્યસમાજ સાચા સંન્યાસીઓની એક હારમાળા ધરાવે છે.
ધર્મપ્રચારનું કાર્ય સંન્યાસીઓ આજ લગી કરતા આવ્યા છે. ઉપદેશનું કામ કરનાર ઉપદેશક નિર્લોભી, સંયમી ને પ્રમાણિક જોઈએ. સારા ઉપદેશક થોડાજ મળે છે, ભાડુતી ઉપદેશકે અર્થ સારતા નથી.
સાચા સંન્યાસીઓ મળે એટલે વૈદિક સિદ્ધાંતને પ્રચાર આપમેળે થાય. નાણું માટે મરવાની ઈચ્છાને સવાલ તેમને માટે ઉભે થાય નહિ.
સંન્યાસીએ તે જગતના સન્માનને વિષસમાન જોઈ ડરવું રહ્યું. અપમાનને અમૃત સમાન માને, નિંદાપ્રશંસા, માન-અપમાન, જીવવું-મરવું, હાનિ-લાભ, પ્રીતિ-વૈર, અન્નપાન, વસ્ત્ર અને ઉત્તમ સ્થાન મળે કે ન મળે,-એ ઠોમાં પડવુંજ ન ઘટે.
(પ્રચારકમાંથી)
१०९-पंडित मोतीलालजी नहेरू
(લેખક -ડો. રમણીકરાય છે. વૈદ્ય) પંડિત મોતીલાલ નહેરૂનો જન્મ સને ૧૮૬૧ ના મે મહિનામાં દિલહીમાં થયો હતો. તેમના પૂર્વજ પંડિત રાજકૌલ મોગલ બાદશાહના શાહી હુકમથી બાદશાહ ફરૂખશિયરના શિક્ષક તરીકે દિલ્હીમાં રહ્યા. રાજકૌલ પછી કેટલીએ પેઢીએ પંડિત ગંગાધરજી થયા. તેઓ ઘણું વખત સુધી દિલ્હીમાં કાટવાળ તરીકે રહ્યા હતા. પંજાબ અને ઉત્તરહિંદુસ્તાનમાં ખેતીને આધાર ઘણું નદીઓની નહેર ઉપર રહે છે. પંડિત ગંગાધરજીના પૂર્વજોએ લોકહિતાર્થ અનેક નહેર તૈયાર કરાવી હતી, તેથી તે કુટુંબ નહેરૂં કુટુંબ તરીકે ઓળખાય છે.
પંડિત ગંગાધરજી નાતજાતમાં તથા સરકારમાં પણ માનીતા હતા. તેઓ વ્યવહારદક્ષ, મુત્સદ્દી અને વીરનર હતા. તેમણે કેટવાળ તરીકે દિલ્હીમાં ચાર-બદમાશ અને ધાડપાડુઓને ત્રાસ મટાડ્યા હતા. સને ૧૮૬૧ ના ફેબ્રુઆરી મહિનામાં તેમનું અવસાન નીપજ્યું હતું. પંડિત ગંગાધરના અવસાન પછી ચારે મહિને પંડિત મોતીલાલને જન્મ થયો હતો.
પંડિત મોતીલાલના બે વડીલ બંધુઓ એક પંડિત નંદલાલા અને બીજા પંડિત બંસીધર નહેરૂ હતા. આ બંને ભાઇઓએ પિતાના પિતાની પાસેથી મેળવેલી ઉચ્ચ કેળવણથી પિતાના નાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com