________________
૫૫૨
~
~
~
~
uwuuuuuuuuuuuuuuuuuuuu
શુભસંગ્રહ-ભાગ ૭ મો वेदानधीत्य वेदो वा वेदं वापि यथाक्रमम् ।
अविप्लुत ब्रह्मचर्यों गृहस्थाश्रममाविशत् ।३।२ જેમ પ્રત્યેક પ્રાણ વાયુને આશ્રયે રહે છે, તેમ બીજા બધા આશ્રમ ગૃહસ્થને આધારે છે. ત્રણ, બે અથવા એક વેદનો અભ્યાસ કરી બ્રહ્મચર્યનું પાલન કરી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવો.
આજ આદર્શવાળા ઋષિમુનિઓનાં સંતાન આજે વૈદિક સંસ્કારહીન છે. વાંચવા-લખવાના જ્ઞાન વિનાનાં હિંગલા-ઢિંગલીની જેમ બાલ્યવયમાં લગ્ન કરે છે, અને તેથી ગરીબાઈમાં જીવન ગુજારે છે. પૂર્વજે ધી, શ્રી અને સ્ત્રીના ક્રમે બીજા આશ્રમમાં પ્રવેશતા ત્યારે આજે પહેલી સ્ત્રી મેળવી આપવામાં આવે છે. પરિણામે છોકરાં વિદ્યાભ્યાસ કરી શકતાં નથી, ધનહીન બની જાય છે, ને પિતાને સંસાર ગરીબીમાં દુઃખરૂપ ગુજારે છે.
વાનપ્રસ્થાશ્રમ પ્રાચીન સમયમાં ૨૫ થી ૫૦ વર્ષ સુધી ગૃહસ્થાશ્રમમાં રહીને તે પછી પોતે એકલા અગર પત્ની સાથે વનમાં જઈ નિવાસ કરતા. ત્યાં સ્વયં સ્વાધ્યાય કરતા, અને પ્રજાનાં બાલક-બાલિકાને ભણાવતા, તપશ્ચર્યાનું જીવન ગુજારતા, આત્મા પર સંયમ રાખી મનોનિગ્રહ કરતા; પણ આજે વાનપ્રસ્થાશ્રમની પ્રણાલિકા ન રહેવાને કારણે સાઠ વર્ષના થવા છતાં સંસારના મેહમાં ફસી વિષયના કીડા બની રહે છે. સ્વપત્નીને દેહાંત થઈ જાય તે સાઠ વર્ષે પણ પિતાની દીકરી જેવી દશ કે બાર વર્ષની કન્યા સાથે લગ્ન કરે છે; પણ વાનપ્રસ્થાશ્રમમાં ન જતાં તેનો સ્વાધ્યાય અને તપોમય જીવન ગાળવાનું બાજુ પર મૂકી દઈને પિતાનું જીવન ભ્રષ્ટ કરે છે.
स्वाध्याये नित्ययुक्तः स्याद्यान्तो मैत्रः समाहितः। दाता नित्यमनादाताः सर्वभूतानुकम्पकः ॥ मनु.
સ્વાધ્યાયમાં રત, જિતાત્મા, સર્વના બંધુ, વિદ્યાનું દાન દે, પિતે કોઈની પાસે કાંઈ ન લે, એવી એવી રીતે વાનપ્રસ્થી જીવન ગાળે,
अप्रयत्नः सुखार्थेषु ब्रह्मचारी धराशयः ।
शरणेष्व गमश्चैव वृक्षमूलनिकेतनः ॥ શરીરનાં સુખ માટે અતિ પ્રયત્ન ન કરે, બ્રહ્મચારી રહે, જમીન પર સૂએ. વૃક્ષ ને મૂલો પર જીવે, કોઈ વસ્તુ પર મમતા કરે નહિ.
આમ પ્રાચીનકાળમાં વાનપ્રસ્થાશ્રમી જીવન ગાળતા, ગામથી દૂર નદીકિનારે વા એકાંતમાં આશ્રમ બનાવી રહેતા. ત્યાં જ અનેક સંસ્થાઓ ઉદ્દભવતી. લોકો એ જ્ઞાનમૂલના ઝરાઓમાં તીર્થ સમજી જતા. ત્યારે આધુનિક તીર્થ તે મનુષ્યને ડુબાડે છે. પંડે
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat