________________
પપ૦
શુભસંગ્રહ-ભાગ ૭ મે
१०८-आपणी आश्रम व्यवस्था
(લેખક–સ્વામીશ્રી અભયાનંદજી મહારાજ, વડોદરા)
( લેખક આ લેખમાં આપણું સાંસારિક જીવન ઉપર એક દષ્ટિ પાત નાખી તેનાં કારણોમાં ઉંડા ઉતરી માર્ગ દર્શાવે છે)
પ્રાચીન કાળે મહાભારતના યુદ્ધ સુધી આશ્રમ અને વર્ણવ્યવસ્થા ભારતને જનસમૂહ વેદશાસ્ત્રાનુસાર પાલન કરતો હતો. તેથી તે કાળે વેદધર્મની પતાકા સમસ્ત ભૂમંડલપર ફરકતી હતી; એટલું જ નહિ પણ ભારતના આર્યોનું રાજ્ય પૃથ્વભરમાં હતું. આખી દુનિયાને તે ગુરુ ગણાતો હતો, પરંતુ જ્યારથી વર્ણવ્યવસ્થા અને આશ્રમવ્યવસ્થાને લોપ થયું ત્યારથી ભારતની અધોગતિ થઈ.
બ્રહ્મચર્યાશ્રમ પૂર્વે ભારતનાં પ્રત્યેક બાલક-બાલિકા બ્રહ્મચર્યનું પાલન કરતાં. યજ્ઞોપવીત સંસ્કાર થાય એટલે દરેક પિતપોતાનાં ગુરુકુલોમાં જઈ વેદાભ્યાસ અને વિવિધ વિષયો ભણતાં. સંસ્થાના ગુરુએ રાજાથી રંકપર્વતનાં બાળકો માટે ભજન અને વસ્ત્રાદિને એકસરખે પ્રબંધ રાખતા. આથી આજના સમયમાં બાલકેનાં સ્વભાવ અને પિષાક તેમજ ખાનપાનમાં જે વિચિત્રતા જણાય છે તે તે કાળે નહોતી. તેઓ પરસ્પર કૃષ્ણ-સુદામાના જેવા પૂરા પ્રેમથી રહેતા.
બ્રહ્મચર્યથી શારીરિક બળ, મગજશક્તિને વિકાસ, આત્મિક બળની વૃદ્ધિ, પરસ્પર પ્રેમ, ધર્મપર પ્રેમ, દેશ અને જાતિ તરફનું અભિમાન અને પ્રાણીમાત્રની સેવાને ભાવ ખીલતો. વળી તેઓ દીર્ધાયુષી થતાં. ગૃહસ્થાદિ ત્રણે આશ્રમની જડ બ્રહ્મચર્યાશ્રમ પરજ હતી. જેને બ્રહ્મચર્યાશ્રમ બગડે તેને બીજા આશ્રમે બગડે તેમાં શી નવાઈ ? બ્રહ્મચર્ય અને વેદના સ્વાધ્યાયને લીધે ભારત તો શું પણ સમસ્ત ભૂમંડલમાં માંસાહારી નહોતા. અથર્વ વેદ–. ૧૧. ૫. (૭)
વળી વાવવા....ચવના રાજ્જાદ પરથી જણાય છે કે, અત્રિ ઋષિએ બલુચિસ્તાન, ઈરાન, ચીન, અરબ, મીસરમાં ભ્રમણ કર્યું ત્યારે દ્રાક્ષ, અડદ અને ઘઉંના ખાનારા, અગ્નિહોત્ર કરનારા જોયા. તે પરથી પણ ત્યાં માંસાહારીઓનો અભાવ જોવામાં આવે છે.
બ્રહ્મચર્યાશ્રમમાં બધા પ્રકારનાં જ્ઞાન, વિજ્ઞાન, હુનરેને મેળવી ગૃહસ્થાશ્રમમાં જવાથી બીજા આશ્રમને સુખરૂપ નિભાવી શકે છે. આમ હોવાથી પ્રાચીનકાળના લોકો દીર્ધાયુષી અને શારીરિક તેમજ આત્મિક બળમાં શ્રેષ્ઠ હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com