________________
જન્માષ્ટમીને જુગાર
પ૧૩ પ્રયોજન નથી.”
પેલા યુવકે પાણીને પ્યાલે તે બાલિકાને આપે, પાણી પીધા બાદ તે સ્વસ્થ થઈ.
“કહે, તમે કોણ છે? પેલા કૂવામાં ધબકાવવાનું શું કારણ?” તે બાલિકાને હવેજ બધી ઘટનાનું વિસ્મરણ થયું.
હું ખરેખર તમારી આભારી છું ભાઈ ! પણ મને બચાવી તમે મારી દુઃખદ જીદગી નાહક લંબાવો છે.”
“એમ શા માટે બોલો છે બહેન ? તમારું જીવન આટલું બધું અકારું થઈ પડવાનું કારણ જણાવશે ?”
“લ્યો, સાંભળો ત્યારે.”
માથામાં થયેલા કારમા ઘાની વેદના જેમ તેમ શમાવતાં તે બાળા બેલી:
“મારું નામ કુસુમ, મારા પતિદેવ–કદાચ તમે તેને નહિ ઓળખે. ભાઈનું નામ રમેશ. આ ગામમાં એક વાણિયાને ત્યાં તેઓ પાંત્રીસ રૂપિયાના પગારે નોકરી કરતા હતા. અમારાં લગ્ન વેળાએ તેની પાસેથી લીધેલાં નાણું પેટે–અમે દર માસે પાંચ પાંચ રૂપીઆ તેને ભરતાં હતાં ને છતાં ગરીબોગરીબ અમારૂં જીવન અમને મધુર લાગતું.
કુસુમબહેન ! તમે જરા ટુંકાણમાં જ પતાવો. જુઓ, આ પાટે પણ લોહીલુહાણ થઈ ગયો છે. ઝાઝું કષ્ટ ના સહ.”
“હા ભાઈ ! હવે મૂળ વાત પર આવું છું. જે દિવસની હું આ વાત કરું છું તે દિવસ ભગવાન શ્રીકૃષ્ણચંદ્રને જન્મદિવસજન્માષ્ટમી હતા. મારા પ્રાણેશને પગાર પણ તેને આગલે દિને તેઓ લાવેલા ને પોતાના ખિસ્સાખર્ચ જગા પાંચ રૂપીઆ પતા પાસે રાખી બાકીને તમામ પગાર મારી પાસે જ તેમણે રહેવા દીધે. એ અમારે ક્રમ હતો.
જન્માષ્ટમીને તહેવાર હોવાથી મારા રમેશ તો તેના મિત્ર કિરીટ જોડે પાસેના શહેરમાં ગએલા, જતાં જતાં મેં મારી સહિયરો-પાડોશણે-સાથે ગંજીફે રમવાની પરવાનગી માગી લીધેલી. ઘણું આનાકાની પછીજ-મને નિરાશ નહિ કરવાના હેતુથીજતેમણે મને રમવાની છૂટ આપેલી.
“રમાબહેન, ચંચળબહેન, કાંતાબહેન, (તેઓ મારી બાજુમાં જ રહેતાં હતાં) ને હું એમ ચાર જણ રમવા બેઠાં.
એક બે બાજી તો અમે ખાલી જ રમ્યાં. પછી કાંતાબહેને ચાર આનાથી પહેલ કરી ને ભાઈ! હું તે જીતવા જ માંડી ! મારે લોભ વધેઃ શ્રીમંતની પુત્રીઓને લૂંટી લેવાને-સે બસ રૂપિયા ભેગા કરી લેવાને મને વિચાર આવ્યો; એટલે કાંતાબહેને મેટી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com