________________
અધિકારીને હદયપલટો ૫૪૭ ધણી પ્રત્યે જોઈ રહ્યાં હતાં. સાંજ પડવા આવી. એને કામકાજમાં સૂજ પડતી નહોતી. એને એના ધણીનું પ્રાયશ્ચિત કરવું હતું. શું કરવું ? હા, ખરે યાદ આવી. રમણની સ્ત્રી હવે વિધવા થઈ હતી. કોણે એની આવી દશા કરી ? એના ધણીએ. અરે લેકે કેવાં વેણ બાલશે ? હું એની પાસે જાઉં ? એ શું કહેશે ? હું કેમ મળું? નહિ જાઉં ? હા જાઉં. મારા ધણુ તરફથી માફી માગું ?
આવી ગડભાંજમાં અંતે માણેક રમણને ઘેર ગઈ એની પત્નીને મળવા. ત્યાં એના ઘર આગળ લકે એકઠાં મળ્યાં હતાં અને આખું વાતાવરણ શકમય બન્યું હતું. ફેજદારની બૈરીને અહીં આવતી જોઈ લેકે અજાયબીમાં હટી ગયાં અને તેને જવાની જગ્યા કરી આપી. એ અંદર ગઈ. ઓરડામાં એક ખાટલા ઉપર રમણુની સ્ત્રી બેઠી હતી. એના ધણીએ દેશની સ્વતંત્રતા માટે પોતાનું બલિદાન આપ્યું હતું. મુબારક પણ ત્યાં જ બેઠા હતા.
આવો માણેકબાઈ, આ બહેન” મીઠો, જરાયે કડવાશ વગરને આવકાર મળે. માણેક આગળ વધી અને, અને શું જુએ છે?” - સાદાં કપડાં પહેરી પારસી પોશાકમાં એક જુવાન રમણની વિધવા પાસે ઉભે છે. તેની આંખમાં આંસુ છે. એને જોતાંજ માણેકથી બૂમ પડાઈ ગઈ.
“કાણ તમે જાલ ! તમે અહીં ?”
હા, મક્કાં ! હું જાલ, તું જેમ આવી તેમ હું પણ અહીં આવ્યો છું.”
“તમારાં કપડાં આ ?”
“હા, નશો ચઢાવનારાં તે કપડાંને મેં આજથી બાતલ કર્યા છે. વહાલી ! મેં નોકરી આજથી છેડી છે.” “કમળાબહેન ! તમારા રમણના મૃત્યુએ મારા આત્માનાં પડળ ખોલી દીધાં છે.”
માણેકના ગોરા મોં ઉપર ગર્વ છવાઈ રહ્યો. પ્રેમની ઝળક છાઈ રહી. ચાર આંખો ફરી મળી. જાલે એ આંખોમાં સર્વસ્વ વાંચી લીધું. એની આંખ ભીની થઈ. માણેકની પણ આંખમાંથી આંસુ સર્યો. વિધવાથી આ દશ્ય છાનું રહ્યું નહિ. એણે પણ જલને હૃદયપલટો જોયો. એના ધણનું મૃત્યુ ધન્ય થયું. એની આંખે પણ સજળ થઈ. મુબારક પણ ભીની આંખોએ જોઈ રહ્યો.
આમ એકના બલિદાન પર પારસી, હિંદુ અને મુસ્લીમ ત્રિપુટી રડી હતી; અને એ રૂદનમાં સ્વાધીનતા ડોકિયું કરી રહી હતી.
(“શારદા”ના એક અંકમાંથી) -~
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com