________________
૫૪૬
શુભસંગ્રહ-ભાગ ૭ મે જેમ પ્રકટી નીકળ્યાં હતાં. એ જેમ ! એ ઉત્સાહ ! એ ગર્વ ! એ બધું જોઈને જાલને કંઈ ને કંઈ થઈ ગયું. એની નજર રમણ ની લાશ પર પડી. મેં ખુલ્યું હતું. ચેહરા ઉપર હર્ષ હતો. એ મીઠે ચેહરો જોઈને એનું હૃદય ઘવાયું. એના આત્માએ અંદરથી એને તિરસ્કાર કર્યો. તે લાશ તરફ ઘણું વાર જોઈ નહિ શકો. તેણે મેં ફેરવી લીધું. એને થયું કે, અરે ! જેને માટે લેકે મરી ફીટે છે અને જેનાં દર્શન માટે આટલી સંખ્યા ભેગી થઈ છે તે મારા એક વેળાના પ્રોફેસરનું ભવિષ્ય મેં બગાડયું ? મેં શું કામ કર્યું ? કાને ખાતર ? સ્વાર્થ, હવસ, અધિકારીને ખુશ કરવાને મેહ ! અને “મને શું મળવાનું ? એક મેટો હે ! અને કેવ-નિર્દોષોના ખૂનથી રંગાએલો ! ખરેજ મારી માણેક! તું ખરી છે. એવા હોદ્દાને સે સલામ...”
રમણને આત્મા મહાન દરબારમાં કૂચ કરી રહ્યો હતો અને અહીં જાલને આત્મા શુદ્ધ થઈ રહ્યો હતો.
એક કોન્ટેબલે આવીને જાણે વધારે શુદ્ધિ કરીઃ “હજુર, આપને હાથ બરાબર પડે છે. જબરો બળવાખોર હતો.”
જાલે તેને અટકાવ્યાઃ “ નહિ, એમાં હું મારી બહાદુરી નથી સમજત.”
વળી પેલાએ ખુશામત કરી: “ એ રમણ બડે બદમાશ હતો સાહેબ. ”
* ચૂપ રહે ” અને એક તમાચો કોંસ્ટેબલના ગાલ પર પયોઃ “ શું સમજીને એને બદમાશ કહો છો ? ખબર છે બદમાશ કણ કહેવાય ? જે ખૂન કરે એ બદમાશ, જે વ્યભિચાર કરે એ બદમાશ; જે ધાડ પાડે, લોકોને લુંટે એ બદમાશ. દેશને માટે હથેળીમાં જીવ લઈને ફરે એ બદમાશ નહિ. સમજ્યા કે ? કમનસીબી આપણું કે એવાઓને મદદ કરવાને બદલે આપણે તેઓ પર હંટર ચલાવીએ છીએ.”
અને ગુસ્સામાં ઘોડે દપટાવતો જાય ત્યાંથી ચાલી ગયો. કોન્ટેબલ ગાલ પસવારતે જાલને ગાંડો થયેલો સમજી ત્યાંજ થંભ્યો! સરઘસની પાછળ રહી ગયેલાં થોડાં માણસેએ આ લપડાક અને વાતચીત સાંભળી હતી. તેઓ પણ અજાયબીથી જાલને જ જોઈ રહ્યા.
પ્રકરણ ૪ થું બલિદાનની વેદી પર ત્રિપુટીનાં આંસુ માણેક મુખ્ય રસ્તે પાયદસ્તને વળાવીને ઘેર પાછી ફરી હતી. એને આજે ઘર કરડવા ધાતું હતું. એના ધણીના દંડાથી એક બેસૂલ જીવ ગુમાયો હતો. અરે સરઘસમાં લોકો કેવાં કરડી નજરે એના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com