________________
^^^^^^^^^^^^^^^^^^
^
૫૪૪
શુભસંગ્રહ-ભાગ ૭ મો અને મુબારક માટે શું ધારે છે ? તમે એજ “પ્રોફેસરના હાથ નીચે ભણી ગયા છે અને તમે તેના ઉપર દંડા ચલાવ્યા ! ઘેડા ચલાવ્યા! એ શું બહાદૂરી કહેવાય?”
પણ મકકાં, આ મારા કામની નેધ ડી. એસ. પી. એ કરી લીધી છે.”
“ એમ ! અને તે ખાતર...” માણેક બેલતી અટકી. તેને દુખ થયું, તેને ધણું આવા તુચ્છ હોદ્દા ખાતર કેવું કામ કરી રહ્યો હતો ! તે ફરી બોલીઃ “ તમને મોટો દરજજો મળશે. બેગુનાઓના ખૂનથી રંગાયેલા હાથે એ દરજજો તમે લેજે. એ તમારી ફરજનું ઇનામ અને દેશદ્રોહની કિંમત થશે. ફેજદારનું કામ તો...”
પટાવાળાએ આવી જાલના હાથમાં એક પત્ર મે. તેણે તે ફે . એ સરકારી પત્ર હતો.
કેમ, નવા હોદ્દાને પરવાને આવી ગયો !” માણેક હસી.
તું તો છે જ એવી ” જાલ જરા ચીડાયેઃ “આજે વળી કોઈ પાછું સરઘસ નીકળવાનું છે અને મારે તેની સાથે જવું એવો હુકમ છે.”
હાં, જાઓ, જાઓ.” માણેકે ચેષ્ટા કરીઃ “ આજે પણ સારો શિકાર મળશે! લાઠી ચલાવજો! ડી. એસ પી. પણ જોશે અને પછી...”
“ બસ કર, જે ગમે તે બક ના.” જાલ વધારે ગુસ્સે થયો “મારે મારી ફરજ બજાવવાની છે.”
“ હા, બજાવો ફરજ ” માણેક પણ સહેજ તપીઃ “તેની ના નહિ, પણ ફરજ માત્ર લાઠી ચલાવવામાં નથી સમાતી. ફરજ? ફરજને અર્થ પણ સમજે છે ?”
“ સમજું છું, વહાલી મક્કાં! બરાબર સમજું છું.” જાલ નરમ પડયોઃ “તું જાણે છે કે હું મૂંગે મૂંગે ઊભો રહું તે શે નતીજે આવે ? હું નાલાયક ઠરૂં અને વળી અધિકારીઓની નજરમાં આવું કે હું પણ સ્વરાજવાદીઓ સાથે મળી ગયો છું. જે સંજોગોમાં હું મુકાયો છું તે સંજોગના રંગ જોઈને જ મારે કામ લેવું પડે છે. વહાલી ! હું સમજું છું કે, આ માણસ દેશ માટે કામ કરી રહ્યા છે. ગાંધી સાચે છે. વળી હું આ પણ સમજું છું કે, સરકાર ગાંધી અને તેની હિલચાલને છુંદી નાખવા માગે છે. ગુલામી હું સમજું છું, પણ સંજોગથી લાચાર.”
માણેક હેરત રહીઃ “મારા જાલ, આ પહેલી જ વાર તારે મેઢે આ શબ્દ સાંભળું છું. જા, આજ તારી ફરજ બજાવ. લાઠી ના ચલાવતા. ખુદા તુંને એવી ગુલામી નેકરીમાંથી જલદી જ છોડવે.”
આ પ્રમાણે વહાલાઈ પત્નીએ ધણીને વિદાય આપી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com