________________
અધિકારીને હદયપલટે
૫૪૩ થઈને બીજે છેડે નીકળી ચાલી ગઈ–દેખાવ એ કે જાણે સરધસને વિખેરી નાખ્યું હોય! અને સરઘસ આગળ વધ્યું.
પ્રકરણ ૨ જું
જાલ અને માણેક ઉપલા બનાવને ત્રણ દિવસ થઈ ગયા છે, એ દરમિયાન પોલીસના મારફાડના સમાચાર આખા શહેરમાં ફરી વળ્યા હતા. રમણ કચડાઈ ગયો,” “મુબારક ઘાયલ થયો,“લોક પર જેમ ગમે તેમ લાઠીએ ચાલી,” ફેજદાર જાલના હુકમથી આ બધું થયું;” વગેરે વગેરેની ચર્ચા આખા શહેરમાં ખૂબ થઈ રહી હતી. પ્રજાકીય પત્રાએ ફોજદારના કૃત્યને ખૂબ વખયું હતું. નેકરશાહીનાં પડ્યાએ ફોજદારનાં ખૂબ વખાણ કર્યા હતાં અને પારસીએની વફાદારીના ગુણ ગાઈ ધન્યવાદ આપ્યો હતો.
પિતાની વિરુદ્ધના અને પિતાની તરફેણના ખબરે વાંચતા જાલ પિતાના દિવાનખાનામાં બેઠે હતો. એની બાજુમાં એની પત્ની માણેક બેઠી હતી. નિર્દોષ અને શાંત ટોળાં ઉપર એના ધણીએ ચલાવેલા દંડાથી એને દુઃખ ઉપજ્યું હતું. એ ભલી ઘરરખુ સ્ત્રી હતી, શીખેલી હતી, દેશ-શહેરમાં ચાલી રહેલી હિલચાલથી બરાબર વાકેફ રહેતી. પતિ નોકરશાહી વિચાર ધરાવતો. પત્ની એની સાથે વાદવિવાદમાં ઉતરતી. નીમકના કર માટે પણ એ બે વચ્ચે સારે વાદ થતો હતો. માણેક કહેતી કે, ત્રણ પૈસાના અઢી રૂપિયા લેવા એમાં સરકાર વાજબી નથી. જાલ સરકારને જ પક્ષ તાણતો. આજ પણ એવી તકરારમાં ધણધણીઆણી ઉતર્યા હતાં. અને વાત વાતમાં જાલના છેલા કૃત્ય માટે માણેકે સવાલ ઉઠાવ્યો હતો.
જાલે બચાવ કર્યો: “પણ વહાલી ! હું એ વેળા કરી પણ શું શકું? જે સરઘસને જવા દઉં તો મારે માથે મુસીબત આવી પડે.”
માણેકે માથું ધુણાવ્યું: “પણ તમારે દંડા ચલાવવા નહિ દેવા'તા. શું તમારું કામ દંડાબાજી કરવાનું છે? આજ તમે દંડા ચલાવે, આવતી કાલે તમને “હંટર ચલાવવાનું કામ સોંપાય તો શું તમે ખુશી થશે ?”
ડીઅર ! તું સમજતી નથી.” જાલ ખીસીઆણે પડ્યો.
“હું બધું સમજું છું " માણેકે કર ચલાવીઃ “ પાછળ ડી. એસ. પી. ઉમે હતો. તમે તેને તમારું પરાક્રમ દેખાડવા માગતા હતા. તમે તમારો ખ્યાલ કર્યો, લોકોને નહિ. એ ટોળામાં શું બહાદૂર પુરુષો નહિ હતા ? એમાં શું શીખેલા-ભણેલા નહિ હતા? હતા જ. વળી વિદ્યામાં પણ તમારાથી ચઢતા એવા રમણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com