________________
૫૧૪
શુભસંગ્રહ-ભાગ ૭ રકમથી રમવાની માગણી કરતાં મેં તે સહર્ષ સ્વીકારી.
“પરંતુ મારી લક્ષ્મીલોલુપતાની સર્વ ઈમારતાના કાંગરા કડડભૂસ થઈ ગયા. ધીરે ધીરે જીતેલા પિસા ગયા તો ગયા, પરંતુ મારા હમેશના પ્રદબિંદુની કમાણી પણ સાથે તણાવા લાગી.”
"કુસુમબહેન! તમે એ ખરેખર એ એક ભયંકર ભૂલ કરી છે.”
“સાચું કહો છો, ભલા ભાઈ! પરંતુ જેમ હાર્યો જુગારી બમણું રમે' તેમ મેં પણ બસ છતી આંબે આંધળી બની બાજી પર બાજ ખેથેજ રાખી ને ચાર કલાકને છેડે મેં રૂપિયા સાઠ ચંચળબહેનના દેણા કર્યા.”
આ વાત તમારા પતિદેવના જાણવામાં આવી છે કે નહિ?”
ના, ના–તેઓ જે આ વાત જાણે તો ચિંતામાં ને ચિંતામાં ગળવાજ માડે ને! એટલે મેં બીજા ત્રીસ રૂપીઆ કાન્તા બહેન પાસેથી ઉછીના લીધા ને અમારું ઘરખર્ચ ચલાવવાનો વિચાર કર્યો.
“સાંજે રમેશ પાછા વળ્યા. હું જાણે કશું જ ના બન્યું હોય તેમ કૃત્રિમ હાસ્ય હસવા લાગી–ને જેમ તેમ કરી જન્માષ્ટમીને દિન તો પસાર કર્યો.
પરંતુ હજી આ વાતને પુરા પંદર દિવસ તે વીત્યા પણ નહિ એટલામાં તે ચંચળ બહેનને કાંતા બહેને માગતા પૈસા માટે ઘોંચપરેણું કરવાના શ્રીગણેશ આદર્યા.
મેં તેમને કટકે કટકે આપી દેવાનું વચન આપ્યું, પણ ભાઈ! અમારા સરીખાં ગરીબનું વચન માનેજ કોણ ?–એટલે ચંચળબહેનને મણુઓ-જે નિશાબાજ હતો તેને ચંચળ બહેને ચઢાવ્યો, ને મારા પતિદેવ જ્યારે નોકરીએ ગયેલા ત્યારે મારા ઉપર તેણે બીભત્સ હુમલો કર્યો.
“અને વળી તે ને તેજ ચંચળ બહેન સતાં થતાં આવ્યાં ને મણીઆને ઠમઠેર્યો, ને ઘેર લઈ ગયાં.
“પરંતુ તે દિવસ પછીથી મને ચિંતામાં ને ચિંતામાં તાવ આવ્યો. રમેશે ચાર દિવસની રજા લીધી, તેમને પગાર કપાયો, ને દાક્તરના બીલ પેટે રૂપીઆ દશ દેવા પડયા તે તે ખાતર ઉપર દીવો.”
“અરરર, તમારી “એકજ ભૂલે ખરેખર “ભૂલનો ભોગ લેવા માંડ એમજ કહે ને ?”
“હા, એમજ. હું સાજી થઈ, પરંતુ મારા મુખ પરની રાતી ચટક લાલી તે ગઈ તે ગઈ. પછી મારું મંગળસૂત્ર યાદ રાખજે, કે એ મારું સૌભાગ્યચિન હતું–માગતા પૈસા પેટે ચંચળ બહેનને ત્યાં ગીરો મૂક્યું. પરંતુ કાન્તાબહેનને કેમ સમજાવવાં ? આ પ્રશ્ન મને થરથરાવી નાખી. દરમ્યાનમાં રમેશ ચાર દિવસ ગેરહાજર રહેલો તેને લીધે
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat