________________
vuuuuuuuwwww
જન્માષ્ટમીને જુગાર
૫૧૫ તેના શેઠ તેના ઉપર ધુંવાં પુવાં તો થએલાજ, પરંતુ એક દિવસ તેની જન્મગાંઠ નિમિત્તે જરા તે મોડે ગયો એટલે એ મદોન્મત્ત તીસ્મારખાંએ મારા રમેશને નોકરી પરથી દૂર કર્યો.
કાંતાબહેનના પતિને મેં જાતે તથા મારા રમેશે વિનંતિ કરી કે ક્યાંક પેટવડિયાં જેનું કામ અપાવે; પરંતુ વ્યર્થ. રમેશ સૂકાવા લાગ્યો, મારી ચિંતા વધી. જન્માષ્ટમીના જુગારે તો દાટ વાળી નાખ્યો. ભાઈ...
“ને તે પછી એક રાત્રે મેં મારે હાથે કરીને જ મારી ગુપ્ત વાત રમેશ પાસે ખુલ્લી કરી નાખી, એજ મારી ભયંકર ભૂલ થઈ. તેણે મને એક અક્ષર પણ ઠપકાનો ન સંભળાવ્યો, પરંતુ તે પછી મારા ઉપરનું તેનું પહેલાનું વહાલ તે દિને દિને એછું થતું ચાલ્યું.
“તેનું મગજ પણ અસ્થિર હાલતમાં અટવાઈ ગયું. આખા દિવસ ઘરની બહાર તે રખડયાજ કરે ને રાત્રે ઠેઠ મોડો મોડો ઘેર આવે. નહિ ખાવાનું ભાન કે નહિ પીવાની તમા !
આ હાલતમાં મેં પંદર દિવસ વીતાવ્યા. પછી મેં પણ મારી સહનશીલતાનો કાબુ ગુમાવ્યા, રમેશ બહાર રખડવા લાગ્યા એટલે મેં એક ચિઠ્ઠી લખી આ બાજુ પિબારા માયા ને મારી આ કમનસીબ કહાણું આટલેથીજ ટુંકાવવા કૂવામાં ધબકાવ્યું.
“અને આ બધીયે કરુણ ઘટનાની નાયિકા તે હુંજ છુંજન્માષ્ટમીના જુગારેજ મારી આ દશા કરી છે, ને મારા રમેશનું તે શું થશે તે પ્રભુ જાણે. એહ પ્રભુ !”
આટલું કહી કુસુમે ધ્રુસ્કે ધ્રુસ્કે રાઈ નાખ્યું ને અંતે બેભાન થઈ ગઈ
બીજી બાજુ રખડતા રમેશને ગામમાંથી આ કરુણ ઘટનાની જાણ થતાં તે હાંફલો ફાફલો દોડી આવ્યો. બેભાન કુસુમની સુકલ કાયા પર તે પડો.
આ બનાવ એટલો તો કરુણ હતો કે પેલો યુવાન તે આ દૃશ્ય જેઠ ઝાર ઝાર રડી પડ્યો. અનેક પ્રયાસો પછી કુસુમ સાવધ થઈ. બંનેને લઈ એ પરે૫કારી યુવક પોતાને ઘેર આવ્યા, તેનાં માતાપિતાને સર્વ બીનાથી વાકેફ કર્યો ને તેમનું-રમેશ ને કુસુમનું-સર્વ દેવું ચૂકવી દેવા જેટલા પૈસા આ મમતાળુ માનવીએ તેમને અપાવ્યા.
ધીરે ધીરે વળી જીવનનો રંગ બદલાયો. ભીષણ ભૂખમરાની ભયંકર સીતમચક્કીમાં પીસાતું આ પ્રેમી યુગલ પુનઃ પિતાને આંગણે સુખી દિન ઉતારવા શક્તિમાન થયું. પેલા પરગજુ યુવકને પોપકાર હજીય આ યુગલ વિસયું નથી–પણ જન્માષ્ટમીને જુગાર પુનઃ રમવાનું તો કુસુમ ક્યારનીય વિસરી ગઈ છે.
| (દૈનિક “હિંદુસ્થાનમાંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com