________________
શુભસંગ્રહ ભાગ ૭ મા
સેવા કરતાં કરતાં એને ચેપ લાગ્યે, મરણપથારીએ પડયા અને ઈશ્વરને કરવું ને તે અકસ્માતમાંથી બચી ગયા. સહજ ઠીક થયું તેા ખુલ્લામાં આવી ખેસવા લાગ્યા. પરાઢિયે પ્રાના તે ચૂકાયજ કેમ ? આમ પરેઢિયાની ખુલ્લી હવાથી ન્યુમેાનિયા લાગ્યા અને તેમનું મૃત્યુ થયું. પાંચ વર્ષના સમાજસેવાના એમના ટ્રૅક જીવનમાં એમણે કેટલીય દિશાએ ખેડી નાખી. એમના પૂર્વજન્મનાં અધૂરાં રહેલ કાર્યો બહુ ઝડપથી જાણે પૂરાં કરવાનેજ એમને અવતાર ન હાય તેમ ખૂબ ઝડપથી ધણી દિશાએમાં એમણે માથું મા
તેમના જીવનના કેટલાક કિસ્સાઓ ટાંકી એમની આ કથા પૂરી કરીશ. એ માનતા કે, ખાતાં પીતાં આપણે જે વિચાર કરીએ છીએ તેને આપણા જીવનના ઉત્કર્ષ સાથે ગાઢ સબંધ છે. આથી પાણી પીતાં કે કાંઈ પણ ખાતાં એ ખૂબ શાંતિ જાળવતા. અને તે વખતે જીવનની ઉન્નતિના સવિચારાજ કરતા. એમની દૃઢ માન્યતા હતી, કે ભેાજનનું અણુએ અણુ કાઈ પવિત્ર વાતાવરણથી પવિત્ર થઇને શરીરમાં ભળે છે; તેની એર અસર જીવન ઉપર થાય છે. જાહેર જીવનમાં પડયા, પણ તેવાં કાર્યો માટે ભીખ માગવાનું એમને ખાસ ન રૂચતું. ખાસ મિત્રા સિવાય એ ક્યાંય વેણુ ન નાખતા, અને તેય ન છૂટકેજ. ચાલે ત્યાં સુધી તે પોતે ગરીબ હતા છતાં પણ વધુ ગરીબ બનીને પેાતાના ઘરના પૈસાજ ઘણે લાગે ખરચતા.
૫૧૦
એમની નિયમિતતા તેા ઘણીજ હતી. ધરાકને જે સમયે કપડું આપવાનું કહેલ હાય તે સમયે આપ્યુંજ હાય. પાંચના ટકારા થતાં કામ નહિ કરવું તે નક્કી કર્યાં પછી પાંચ વાગતાં કામ મૂકીજ દીધું હાય. સભાને સમય થતાં ફલાણા ભાઇ આવ્યા કે ન આવ્યા તેની રાહ જોયા વિના જે હાય તેનાથી સભા શરૂ કરીજ હાય.
સખ્યાબળથી તે કદી મલકાતા નહિ અને આછી સંખ્યાથી હિંમત હારતા નહિ. કેટલાંક કામની શરૂઆતમાં અમે ત્રણ ચાર જણુજ હાઇએ તાપણુ મેાતીભાઈને ઉત્સાહ-ઉલ્લાસ-આનંદ તે એમાં ને એમાંજ હાય. આવે વખતે અમને બહુ નવાઇ લાગતી. કેટલીક વખત એમ લાગતું, કે આ તે અવધાના કરે છે કે શુ ? એક બાજુથી સચા ચાલતા હાય, ખીજી બાજુથી ધરાકને લેતા હોય, ત્રીજી બાજુથી એમના પુત્રને શિક્ષણ આપવાનું કામ તેા ચાલુજ હાય, ચેાથી બાજુથી પેલું સમૂહવાચન ધાર્મિક કે રાષ્ટ્રીય પુસ્તક તે! ચાલુજ હેાય. આમ ચાર પાંચ કામ ચાલુજ હાય, છતાં એક એમાં એનુ ધ્યાન ન હોય એમ ન અને. વાચનમાં શું ચાલ્યું તે એ બરાબર કહી દે. એમ કેટલીક વખત તે સમજ્યા વિનાનુ ચાલ્યું જતું હેાય તે ખીજાની સાથેની વાત પૂરી થતાં ફ્રી વંચાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com