________________
સદ્દગત મોતીભાઈ દરજી
૫૦૦ ધૂતકારી કાઢી ત્યારથી નાસીપાસ થયા વિના કે જરાય ક્ષોભ પામ્યા વિના કે હું હડધૂત થઈશ અને મારી આબરૂ જશે, પટાવાળો ધક્કા મારશે તો માણસે મારા માટે શું માનશે–તે કશાયની પરવા કર્યા વિના એણે દરબારગઢમાં જવાનું જારી રાખ્યું. હવે એ અરજદારતરીકે નહોતા જતા. રોજ કચેરીએ જાય, બારણુ પાસેજ પાંચ મિનિટ ઉભા રહે. કાદરી સાહેબ કચેરીની અંદર ખુરશી ઉપર બિરાજમાન થયેલા હોય તેની નજર એમની ઉપર પડે તેમ ઉભા રહી પાંચ સાત મિનિટ થેભી તે પાછા દુકાને આવતા રહે. અમને એમના આ કાર્યથી કેટલીક વખત નવાઈ લાગતી. અમે કહેતા, કે એ કાદરી એમ પીગળવાનો નથી. આ ભદ્રભદ્રપણું હવે જણાય છે. એ કહેતા “આત્માના દઢ નિશ્ચય પાસે પથ્થર પણ પીગળે છે એ વાત હું સો ટકા સાચી માનું છું; તે આ કાદરી શી વિસાતમાં છે ?મારા દિલને વધુ પવિત્ર બનાવી હું કાદરીને પીગળાવીશ.” પિતાના આ અખતરા સાથે એણે વધુ વ્રત પણ લીધાં. અને રોજ કચેરીએ જવાનું ચાલુ રાખ્યું. કાદરી રોજ તેના સામું જુએ, નજરે નજર મળે. મોતીભાઈ પાંચ સાત મિનિટ તેની નજર પડે તેમ બારણું બહાર બેસી ગુપચૂપ બોલ્યા ચાલ્યા વિના દુકાને ચાલ્યા જાય. આ પ્રમાણે માસ દોઢ માસ ચાલ્યું. કાદરીને કાંઈ અસર નથી થવાની એમ અમને લાગ્યું, ત્યાં એકાએક દરબાર સાહેબના જન્મદિવસના દિવસે ભાષણ કરતાં કાદરી સાહેબે કહેલ ભાષણના સમાચાર એમને મળ્યા. કાદરી સાહેબ બોલેલા કે “આ ગામમાં એક દરજી રહે છે અને તે કેટલાંક સેવાનાં કાર્યો કરે છે. તેના આવા ઉપયોગ માટે તેની અરજીમાં તેણે જણાવ્યા મુજબ જડેશ્વર પાસેની જમીન તેને આપવાનો અમારો વિચાર છે.”
આ ઉગારો સાંભળી મોતીભાઈને કેટલો આનંદ થયો હશે? અમારા આનંદની તો અવધિજ નહોતી. હવાઈ કિલ્લા જેવાજ માનેલ મનોરથ હવે તો હાથવેંતમાં છે, એમ અમને થઈ આવેલું; પણ ઈશ્વરેછા કઈ જુદીજ હતી.
૧૯૭૩ ના શ્લેગને ઝપાટો આખા ગુજરાત-કાઠિયાવાડમાં લાગે, તેમ વઢવાણમાં પણ લાગે; વઢવાણની શેરીઓ અને બજારે નિર્જન બની. સૌ પોતાની જીંદગી બચાવવા જ્યાં ફાવ્યું ત્યાં નાઠાં. મોતીભાઈને અમે વઢવાણ બહાર નીકળવા ખૂબ વીનવ્યા તે જવાબ મળેઃ “ગાંડિયાઓ, મેત કેઠીમાં પુરાયે પણ તેને મૂકનાર નથી. મૃત્યુ આવવાનું હશે તો ગમે ત્યાં જઈશ ત્યાં આવશે, તે અહીંજ રહી ગામમાં બાકી રહેલ નિરાધારોની સેવા કાં ન કરવી?” અમે તો સગાંવહાલાં સાથે વઢવાણની બહાર નીકળ્યા. મોતીભાઈ ગામમાં જ રહ્યા. માંદાની માવજત કરે અને ઈશ્વરભજન કરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com