________________
સદ્ગત મોતીભાઈ દરજી
૫૭ તો તે પણ ચીજ ગણાય. આમ ધીરે ધીરે એમના જીવનને એમણે ખૂબ તપસ્વી બનાવ્યું; છતાં ગૃહકાર્ય અને અન્ય વ્યવસાય હંમેશની મુજબ ચાલ્યો જતો. તેમનાં આવાં વ્રતોથી તેમના દૈનિક કાર્યમાં કશીયે આંચ આવતી નહિ, બલકે કેટલીક વખત એમને સ્કૃતિ વિશેષ જણાતી. વીરમગામની લાઈનદોરીને અંગે પહેલાં કાઠિયાવાડના ઉતારૂઓનાં પોટલાં વીરમગામ સ્ટેશને તપાસાતાં. આથી ઉતારૂઓની હાલાકીને પાર ન હતો. મેંતીભાઈને આ વાત ખૂબજ સાલતી. હું આગળ કહી ગયો છું તેમ મોતીભાઈના મનમાં એક વિચાર ખૂબ ઘોળાયા પછી તે તેનો અમલ કર્યોજ રહેતા. એમની ક્રિયાશક્તિ ઘણી હતી. વીરમગામના ઉતારૂઓનાં દુઃખ એમને અસહ્ય થઈ પડ્યાં અને ત્યાં સત્યાગ્રહની લડત શરૂ કરવી જોઈએ, એમ એમને પ્રથમ સૂઝયું. એમણે આ વાત બાપુજીને જણાવી અને એનું મહત્ત્વ તેમને ગળે ઊતર્યું. બાપુજીએ મતીભાઇને જણાવ્યું, કે એ પ્રન હું ઉપાડું તે ખરે, પણ તમે સત્યાગ્રહમાં જોડાવા તૈયાર છો ? મેતીભાઈએ કુરબાન થવાની ઈતિજારી બતાવી. બાપુજીએ પ્રશ્ન ઉપાડ્યો. લાગતાવળગતા સરકારી અમલદારો સાથે પત્રવ્યવહાર શરૂ કર્યો અને વિના લડતે પોટલાં તપાસવાનું બંધ થયું. આમ એક સત્યાગ્રહનું ક્ષેત્ર એમના જીવનમાં બાકી રહી જતું હતું તે પણ તેમણે જોઈ લીધું. આ પ્રશ્ન વિષે લખતાં મહાત્માજીએ મોતીભાઈને નામનિષ કર્યો છે.
તેમને અભ્યાસ તો ચાર ગુજરાતી જેટલોજ હતો, પરંતુ ભાષા ઉપર કાબુ ભારે સરસ હતો. એ જ્યારે બોલતા ત્યારે જાણે કે સાંભળ્યાજ કરીએ એમ થતું. એકધારી એમની વાણી સતત વધે જતી. ભાષા સંસ્કારી આવતી. પિતાને અભ્યાસ થોડો હતો તેને અભખરો એમને જરાય ન હતો. હિંદીનું એમને ઘણું સારૂં જ્ઞાન હતું. પરંતુ એમને તો જ્ઞાનની જિજ્ઞાસા ઘણી હતી, તેથી એ વળી સેવાના બહોળા ક્ષેત્રમાં અંગ્રેજીની જરૂરિયાત છે એમ તે માનતા હતા; તેથી એમણે અંગ્રેજીનો અભ્યાસ ખૂબ ખંતથી શરૂ કરી દીધેલ. ઉપર જણાવ્યા તેવા અનેકવિધ અતિવ્યવસાય છતાં ત્રણ વર્ષમાં ત્રણ અંગ્રેજીના અભ્યાસ એમણે સારી રીતે કરી લીધું. અને એટલું સાધી લીધા પછી તે વધુ ઝડપથી ચાલવાના એમના કેડ હતા.
સાહિત્યના ક્ષેત્રમાં પણ કાંઈક ફાળો આપવાનો જાણે કે રહી જતો હોય તેમ એમણે એમના છેલ્લા દિવસોમાં ઘણું પ્રેરક ભજન લખેલાં. એમાં આવતાં રૂપકે-દાખલાઓ ઘણુજ મૌલિક હતા. એ સૂત્રોમાં બહુ માનતા અને પિતાના વિચારોના મંથન પછી નકકી કરેલ સૂત્રની એક હારમાળા એમણે તૈયાર કરેલ. એમનું
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat