________________
શુભસંગ્રહ-ભાગ ૭ મા બે દિવસ સુધી તો અમારી સાથે કઈ ન મળ્યું, કેટલાકે વિરોધ દર્શાવ્યો. ગામના કોઈ સહકાર નહિ આપે તો આપણામાંથી કોઇના ઘેર મહાત્માજીને ઉતારી આપણી મંડળીમાંથી જે બે પાંચ રૂપિયા થશે તે ભેટ ધરી તેમને વિદાય આપીશું, એમ નકકી કર્યું; પણ મહાત્માજીને વઢવાણ લાવવા એ તે નક્કી.
મહાત્માજીને આવવાને એક જ દિવસ બાકી રહ્યો અને મહાજનના વેપારીઓને થયું કે આ છોકરાઓ તે પહેલાજ નોતરૂં દઈ આવ્યા છે અને ગામમાંથી એ કેરેકાંટા જશે તે આપણી આબરૂ જશે. મહાજને પૂર્ણ સહકાર આપ્યો. નગરશેઠને ત્યાં બાપુજીને ઉતારે મળ્યો. સ્ટેટ ફંડમાંથી સારી રકમ આપી. મહાજને થેલી આપીને બાપુજીને નવાજ્યા. એ આખા ગામે પૂર્ણ ઉત્સાહથી તેમનું સ્વાગત કર્યું.
બાપુજીએ મેતીભાઈના પુસ્તકાલયની મુલાકાત પણ લીધી. તે વખતે અમે એ સંસ્થાને “ક્રી લાઇબ્રેરી' કહેતા. આ અંગ્રેજી નામ તરફ તરત બાપુજીનું ધ્યાન ગયું. તેમણે બે ત્રણ નામને વિચાર કરી છેવટે આ પુસ્તકાલયને માટે ધર્મ પુસ્તકાલયનામ પસંદ કર્યું. ત્યારથી એજ નામે એ પુસ્તકાલય ઓળખાય છે. બાપુજીએ ત્યાંની મુલાકાત પોથી'( વિઝિટબુક’ માટે આ શબ્દ બાપુજીએ પસંદ કર્યો)માં કંઈક લખ્યું છે. બરાબર મતલબ યાદ નથી, પણ તેના કાર્યકર્તાઓ માટે તેમણે સંતેષ જાહેર કર્યો હતો.
મોતીભાઈની શુભેચ્છા સર્વ રીતે ફળી. એણે કરેલ નિશ્ચય પાર પડ્યો. આ પ્રસંગથી મહાત્માજી અને મોતીભાઈને પરિચય વધે. ત્યાર પછી તે મોતીભાઈ આશ્રમમાં પણ રહી આવેલા અને એમનો સંબંધ વધેલ. એ સંબંધને લીધે જ બાપુજીએ દેવીદાસભાઈને વઢવાણ હવાફેર માટે મોકલેલા. આશ્રમમાં એક વર્ષે માતાના સખત વા હતા ત્યારે આ શ્રમમાં ઘણા માંદા પડી ગયેલા અને સેવા કરનારની જરૂર હતી. તેની ખબર વઢવાણ પડતાં મોતીભાઈ તેમના બે ચાર સાથીઓને લઇને આશ્રમ પહોંચેલા. એ માંદાની શુશ્રુષા બાપુજીને ખૂબ સંતોષ થાય તેવી રીતે કરેલી.
મોતીભાઈનું જીવન તપસ્વી તો હતું જ, બાપુજીના પરિચયમાં આવ્યા તે પહેલાં તે સત્યાગ્રહી હતા. પરંતુ આશ્રમમાં રહી ગયા પછી તે વઢવાણમાં ગૃહજીવન ગાળતાં છતાં એણે ખરૂં અશ્રમજીવન શરૂ કરી દીધું. - બ્રહ્મચર્યા–અપરિગ્રહ–અસ્તેય વગેરે આશ્રમનાં પાંચે વ્રત એણે લીધાં અને તેનું સખ્ત પાલન એ કરતા. જીવનના છેલ્લા માસામાં આ તે સાથે અલૂણા વ્રત પણ લીધું હતું. પાંચ ચીજ ઉપરાંત છઠ્ઠી ચીજ એ કદી ખાતા નહિ. એટલે કે શાકમાં તેલ આવે
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat