________________
૫૦૫
w
સગત મેતીભાઇ દરજી દેદ ફૂટે છે. એ રિવાજ મોતીભાઈને સારે ન લાગ્યો. એટલે એ નદીમાં છોકરીઓને એકઠી કરે, રાસડા ગવરાવી ખાવાનું વહેચે, દેદ નહિ ફૂટવાનાં બે વેણુ પણ કહે-રમતો રમાડે અને આનંદ અને ઉત્સવનું વાતાવરણ ઉભું કરે.
આમ ત્રીજીવનની ઉન્નતિ માટે પણ એમની નજર પડેલી અને એના ટૂક જીવનમાં એણે થોડુંક કરેલું પણ ખરું.
બાપુજી, એની બેસન્ટ, દાદાભાઈ નવરોજજી, ગોખલે વગેરે દેશનેતાઓનાં જીવનચરિત્ર અમે સાથે જ વાંચી ગયા. મેંતીભાઈએ નિશ્ચય કર્યો કે, જીવતા નેતાઓમાંથી બને તેટલાને આપણે વઢ વાણમાં ઉતારવા. બન્યું એવું, કે ગોખલેજીના સ્મારક ફંડ માટે મહાત્માજી રાજકેટ જતા હતા. અમને આ વાતની ખબર પડી. મોતીભાઈએ અમને કહ્યું કે, આપણે વઢવાણમાં મહાન પુરુષોને લાવવાનું વ્રત લીધેલ છે અને તેના અમલ તરીકે બાપુજીને ઉતારવાને આ લાગ સારે છે. મહાત્માજીને વઢવાણમાં આવવાનું નોતરું આપવાને અમે નિશ્ચય કર્યો. આ વખતે એક વાત ધ્યાનમાં રાખવાની છે. અમે બધાય હતા વિદ્યાથી. કોઇની અલેડ જુવાનેથી વધુ આબરૂ નહિ, મોતીભાઈ પણ અમારી મંડળીના એટલે મોટા ગણાતા તે વખતના શહેરીઓ સાથે અમારે ખાસ સંબંધ નહિ, તેમજ તેમની સાથે પરિચય પણ છે. મતલબ કે, અમારો બજ પ્રજા ઉપર નહિ. એમ એ કશાયને ખ્યાલ કર્યા વિના મહાભાજી જેવાને વઢવાણમાં નોતરવાનો નિશ્ચય અમારી મંડળીએ કર્યો. બાપુજી રાજકોટ જતા હતા તે વખતે જંકશન સ્ટેશને અમે મળ્યાં. તેમના જીવનની ઘણી વાર્તા વાંચેલી. એમનાં પ્રત્યક્ષ દર્શન કરી અમે કૃતકૃત્ય થયા. મહાત્માજી સાથે આ પ્રથમ પરિચય. મોતીભાઈ અને બાપુજી વચ્ચે વાતો ચાલી. મોતીભાઈએ રાજકોટથી વળતાં વઢવાણ ઉતરવાનું નોતરું આપ્યું. બાપુજી સમજ્યા, કે ગોખલે સ્મારકમાં મને કાંઇક મળે એવું હશે માટે જ આ જુવાનિયા મને લઈ જતા હશે. એ લાલચે એમણે તે પટ દઈને હા પાડી દીધી, અને અમે તો અમારી કશીય જવાબદારી સમજ્યા વિના મહાત્માજી વઢવાણને પાવન કરશે એ એકજ વિચારથી ખૂબ ઉલ્લાસમાં આવી જઇ અમારી જાતને ધન્ય થયેલ માની વઢવાણ તરફ વળ્યા. મોતીભાઈને ઉત્સાહ અજબ હતો. તે દિવસથી તે બાપુજી ત્રણ ચાર દિવસે વઢવાણુ આવ્યા ત્યાં સુધી અમે ઉજાગરા કર્યા. હાથે લખી લખીને જાહેરનામાં શહેરમાં ચઢયાં અને મહામાજીની પધરામણીની તૈયારીઓ કરી. ગામના કેટલાકે, અમે કાંઈ પણ તૈયારી વિના-અમે કોઈને પૂછયા વિના મહાત્માજી જેવાને નોતરૂં આપી આવવા માટે મેંતીભાઇને ઠપકો પણ દીધો.
શુ. ૪૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com