________________
૫૦૨
શુભસ’ગ્રહ-ભાગ ૯ મા
પાર ન રહ્યો. સ્વદેશી કાગળા, પેન્સીલેા, કાપડ વગેરેના એક ભંડાર મેાતીભાઇની દુકાનેજ અમે ખેાલ્યું અને દિવસેા જતાં એ સારી રીતે વિકસ્યા. આખા દિવસમાં મેાતીભાઈની દુકાને નહિ નહિ તે ખસે। માણસે આવી જતાં હશે. કે!ઇ સીલાઇ અને ખરીદીની ધરાકી નિમિત્તે, કાઈ પુસ્તકેા માટે, તે કાઈ કામ લેવા માટે. આ બધાને એ સ્વદેશી માલની ખરીદીને આગ્રહ કરે. કાઇને ઉપદેશ આપવાનું ન ચૂકે, બ્રામાં આવે તેની પાસેથી વ્રત લેવરાવી લે અને આમ અનેકને સાંજ પડતાં મૂડે.' જે કામ ભલભલી સભાએથી ન થઇ શકે તે પ્રચારકામ આ દરજી સચે બેઠા બેઠા કરતા.
આ વખતે મીલનુ સૂતર અને હાથવણાટનુ કાપડ પહેલા નખરનું ગણાતું. અગસરા અને અમરેલીના આવેા માલ અમે મગાવતા અને ખૂબ ખપાવતા. પણ મેાતીભાઈને આ માલ સાચેા સ્વદેશી ન લાગ્યા. એને રેટીઆની ખાદીજ શુદ્ધ સ્વદેશી લાગી. આ અરસામાં પૂ. બાપુજી સાથે અમારે સબંધ થઇ ગયા, અને તેએશ્રીને પણ રેટિયાનેા અખતરા કરવાના વિચાર આવેલ. મેાતીભાઇ અને ખાપુજીને સુયેાગ થયા અને મેાતીભાઇએ આ અરસામાં કેટલું સૂતર કંતાવીને બાપુજીને મોકલ્યું પણ ખરૂં. આમ ગેાસેવા અને રાષ્ટ્રીય શિક્ષણ સાથે મેાતીભાઇની સ્વદેશી ભાવના ખીલી અને તેને એમણે ખૂબ વિકસાવી.
એમના પિતા વૈષ્ણવ ધર્માં પાળતા. ધરના ધાર્મિક વાતાવરણની એમના ઉપર સારી અસર હતી. એમનું શરૂઆતનું જીવન કેવળ ધામિ ક હતું, પરંતુ ત્યારથી–રાષ્ટ્રીય ભાવનાનું તત્ત્વ એમના આ જીવનમાં ભળ્યું ત્યારથી—એમના ધાર્મિક જીવને પણ પલટા ખાધે. અંત્યજોની હડધૂત સ્થિતિને એ હિંદુ સ’સારના કલંકરૂપ માનવા લાગ્યા. એમની દુકાન શહેરના મધ્યભાગમાં હાવા છતાં એ એમને ત્યાં આવતા અંત્યજોને છૂટથી અડકતા, અને ચુસ્ત વેપારીઓને ખાક વહેારી લેતા. બાળલગ્નની હાનિએ તેા એમણે એમના જીવનમાંજ અનુભવેલી, એટલે એમણે એમનાં બાળકાને પચીસ વર્ષ પહેલાં નહિ પરણાવવાનો નિશ્ચય કરેલા. દરજીની નાતમાં બાળલગ્નના રિવાજ સાધારણ રીતે ધર કરી ગયેલ છે. મેાતીભાના પિતાની એમની જ્ઞાતિમાં આખરૂ સારી, એટલે એમના પિતાને તેા મેાતીભાઈના પુત્રને જલદી પરણાવી નાખવાની ભારે હાંશ. એમના ઉત્સાહ સામે થતાં મેાતીભાઈને ઘણું સહન કરવું પડેલું; છતાં આ કૌટુંબિક પ્રશ્ન ઉકેલવામાં એમણે વ્યાવહારિક દક્ષતા પણ સારી બતાવી; જેના પરિણામે એમના પિતાના અને એમના સંબધ સારી રીતે સચવાઇ રહ્યો. એ પેાતે પેાતાના નિશ્ચય પાળી શક્યા. આ રીતે આપણે જોઇ શકીએ છીએ, કે મેાતીભાઇ એક સુધારક પણ હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com