________________
૧
૪૯૨
શુભસંગ્રહ-ભાગ ૭ મો પુસ્તકાલયોના સંચાલકોને અનુભવ હશે કે, હલકી વૃત્તિથી પ્રેરાઈ ઘણા વાચકે હલકાંજ પુસ્તકોની માગણી કરતા હશે. તેમની એ વૃત્તિ કળી જઈ તેમને ધીરે ધીરે ઉંચે ચઢાવવા એ કામ પુસ્તકાલયના ગ્રંથપાલનું છે. તેમ થાય તો એક વખત એવો પણ આવે કે આપણું પુસ્તકાલયમાં એક પણ પુસ્તક વાચકને અવળે માર્ગે દોરનારૂં ન હોય. પુસ્તકાલય ખરેખર ગ્રંથરૂપી દેવનું જ સ્થાન હોય ત્યારે પુસ્તકાલય પ્રવૃત્તિની સફળતાનાં આપણને પ્રત્યક્ષ દર્શન થાય.
હવે એક નાની પણ અગત્યની વાત પુસ્તકના વાચન વિષે કહેવી જરૂરની છે. યુવાને અને થોડું ભણેલાએ એવું સમજતા જણાય છે કે, પુસ્તકમાં લખેલું બધું સાચું જ હોય છે. આ વિચાર ભૂલભરેલો છે, એ જેટલું વહેલું સમજાય તેટલે આપણને ફાયદેજ છે. પ્રથમ તો એ ધ્યાનમાં રાખવું જરૂરનું છે કે, બધાં પુસ્તકોની પાછળ જોઈએ તેટલો શ્રમ લેવાતા નથી, એટલું જ નહિ પણ ઘણાંખરાં તો માત્ર વેપારી બુદ્ધિથી જ લખાય છે. એટલે તેમની આપણે તેટલી જ કિંમત આંકીએ. * * * *
કેટલાક માત્ર ધનપ્રાપ્તિ માટે લખે છે અને તેથી આપણી હલકી વૃત્તિઓને પિષવાને તેમાં પ્રયત્ન હોય છે. તેથી આવાં પુસ્તકે વાંચવાની રુચિવાળાઓએ એવાં પુસ્તક વાંચતાં અને વાંચ્યા પછી પણ પિતાનામાં તે કેવા ભાવ ઉત્પન્ન કરે છે, છેવટે તે પિતાના ઉપર કેવી અસર મૂકતાં જાય છે તે વિચારી લેવું જોઈએ. જેને ભાવ અને અસર આપણને નીચ વૃત્તિઓ તરફ દેરતાં હોય તેમને છેટેથીજ નમસ્કાર કરવા એ સલાહ ભરેલું છે.
સાચું પુસ્તક તે એ છે, કે જે વાંચ્યા પછી આપણું હૃદય સાત્વિક આનંદ અનુભવે અને તેના વિચારોથી આપણને વધારે ડાહ્યા, વધારે વિચારશીલ, વધારે દીર્ઘદૃષ્ટિવાળા અને ચારિત્રશુદ્ધ બનાવવામાં સફળ નીવડે.
છેવટે જીવનની દરેક વસ્તુમાં એકજ કર્તવ્ય છે કે, તે આપણને સત્ય તરફ દોરે. પુસ્તકનું એ કર્તવ્ય વિશેષતઃ છે. ત્યારે જે પુસ્તકે આપણી લાગણીઓને શુદ્ધ કરે, આપણું ચારિત્રને ઉજ્વળ બનાવી પ્રેરણા આપે, આપણામાં સત્ય જિજ્ઞાસા વધારીને તેને તૃપ્ત કરે તેવાં જ પુસ્તકે આપણે શોધીશું, વાંચીશું ને વસાવીશું.
(ફેબ્રુઆરી–૧૯૩૧ના “પુસ્તકાલય”માંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com