________________
uuuuuuuuuuuuuuuuu
પુસ્તકાલયને લોકપ્રિય કેવી રીતે બનાવવું? કચ્છ ९५-पुस्तकालयने लोकप्रिय केवी रीते बनावq?*
( વ્યાખ્યાતાશ્રી. મોતીભાઈ ન. અમીન) કોઈ પણ સાર્વજનિક પુસ્તકાલયને લોકપ્રિય બનાવવા માટે સૌથી મહત્તવનું અને પહેલું પગથિયું ઉત્સાહી અને કુશળ પુસ્તકાધ્યક્ષ મેળવવો એજ હોઈ શકે; કારણ કે મેટે ભાગે તો ગ્રંથપાલ એ જ પુસ્તકાલય છે. પુસ્તકાલય સંસ્થાની છેવટની ફતેહનો નિર્ણય થવો એ ગ્રંથપાલનના વ્યક્તિત્વ અને પ્રતિભા ઉપર આધાર રાખે છે. તેણે માત્ર પુસ્તકાના સંરક્ષક કે ચોકીદાર બનીનેજ સંતોષ માની લેવાનું નથી. ગ્રંથપાલે તે પુસ્તક અને વાચકોનો સંબંધ કરી આપવા માટે બીજાને મદદ કરવામાં ખરા જીગરથી રસ લેવો જોઈએ, અને પુસ્તકાલયને બુદ્ધિનીતિનું કેન્દ્ર અને સમાજના સાચા સજીવ પ્રેરક બળનું સાધન બનાવવું જોઈએ; નહિ તો પછી તેવાં પુસ્તકાલયમાંથી, શિક્ષક વગરની શાળા કે ગૃહપતિ વગરના છાત્રાલયમાંથી જેટલો ફાયદો મળી શકે તેનાથી લગારેય વધારે ફાયદાની આશા રાખી શકાય નહિ.
| ઉપલા કથનના ટેકામાં કહેવું જોઈએ કે, વડોદરા રાજ્યમાં સાર્વજનિક પુસ્તકાલયે સ્થાપવાના સુધારેલા નિયમ અમલમાં નહોતા આવ્યા અને પુસ્તકાધ્યક્ષ તરીકે કામ કરવા સારૂ રૂા. ૩) કે ૪) ના હલકા પગારના નોકરેનું ખર્ચ પણ પુસ્તકાલયને ઉપાડવું ભારે પડતું એવા સન ૧૯૧૦-૧૧ ના વર્ષમાં ત્યાર પછીનાં ૧૯૧૧-૧૨ નાં બીજા જ વર્ષ કરતાં કબા પુસ્તકાલયોમાં વંચાયેલાં પુસ્તકની સંખ્યા પૂરા ચોથા ભાગની પણ નહોતી. સન ૧૯૧૧-૧૨ માં સરકારની અને પંચાયતની ઉદાર મદદથી આ સંસ્થાઓ આખો દિવસ કામ કરનાર ગ્રંથપાલ રાખવાને સમર્થ થઈ અને ગ્રંથપાલને પગાર ૮ થી ૨૦ રૂપિયા સુધીને થયો. આ ગ્રંથપાલોએ પોતાના પ્રયત્નથી વાચનપ્રચાર ખૂબ વધાર્યો; એટલું જ નહિ, પણ પિતપોતાના કબામાંથી બાળકો અને યુવાનોને પુસ્તકાલયમાં આકર્ષ્યા. પુસ્તકાલય રફતે રફતે યુવકોનું અને સામાજિક મંડળોનું મિલનસ્થાન થયું, અને સાંજના નિવૃત્તિના સમયે નિર્દોષ આનંદ અને વાર્તાલાપનું સ્થળ બન્યું.
પુસ્તકાલયના સંગ્રહમાં વખતોવખત નવીન પ્રગટ થયેલાં પુસ્તકને ઉમેરો કર્યા કરવો એ લોકપ્રિયતા મેળવવાનું બીજું પગથિયું છે, કારણ કે પુસ્તકાલયમાં લોકો પુસ્તકો લેવા જાય તેને
• વડેદરા લાઈબ્રેરી કલબ સમક્ષ સપ્ટેમ્બર ૧૯૧૨ માં આપેલું અંગ્રેજી ભાષણ
શું ૪૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Www.umaragyanbhandar.com