________________
સદ્દગત મોતીભાઈ દરજી
૪૯૯ મોતીભાઈની ઉંમર અમારાથી બમણું. સળેકડી જેવું શરીર, નાનપણથી દરજીને બેઠાડુ ધંધે કરેલો, કદી રમેલ નહિ કે રખડેલ નહિ; છતાં હશે હોંશે અમારી સાથે કુસ્તીમાં ઉતરે, દોડે, રમતો રમે. અખાડાના સમય દરમિયાન વાતે તે ચાલુ હોય જ. એમની એકજ ભાવના હતી અને તે આ યુવાન સૈન્યનું ઘડતર કરવાની. વખત જતાં પાંચમાંથી અમે પંદર થયા, પચીસ થયા, અને પછી તો સાંજ પડયે નદીની રેતમાં પણ પિણા જુવાનિયાનું જૂથ જામતું.
આ અખાડા દ્વારા મોતીભાઈ. જુવાનોમાં અનેક પ્રકારની ભાવનાઓ પ્રેરી શક્યા. ઘણુના અંગત મિત્ર બન્યા, કેઇના મુરબ્બી બન્યા, કેઈના માર્ગદર્શક બન્યા. આમ જુદે જુદે પ્રકારે અને જુદા જુદા સંબંધે એ એકએકના સંબંધમાં આવી જતા અને સૌ એમના ઉચ્ચ ચારિત્રમાંથી કાંઈ ને કાંઈ લઈ જતા.
જેમ જેમ અમે નિકટ આવતા ગયા, તેમ તેમ અમે ઘેર રહેવાને સમય ઓછો કરી નાખ્યો. બે ટંક ઘેર ખાવા સિવાયને અમારે બધાય વખત અમે સૌ (પંદરની ટોળી) સાથેજ ગાળતા. પુસ્તકાલયનું મકાન તે અમારી જાણે કે બોર્ડિગ હોય તેવું બની ગયું. મેંતીભાઈની દુકાન છે કે જાહેર રસ્તા પર હતી, છતાં એ અમારા અધ્યયનને અખાડા બની. સ્વામી રામ, વિવેકાનંદ વગેરેના વાચનમાં એ દુકાને મને જે એકાગ્રતા મળતી તે હજુ જીવનમાં ક્યાંય નથી મળી.
મોતીભાઈ અમને રોજ ચાર વાગ્યે ઉઠાડે, વાંચવા બેસાડે. કલાકના વાચન પછી અમે ચાર માઈલ રોજ પ્રભાતે દેડીએ. ગમે તે શિયાળો હોય તે પણ નારદભાઈની વાવે ઠંડા પાણીમાં તરવું; અને મોતીભાઈ તે કડકડતી ઠંડીમાં પણ કલાક સુધી પાણીમાં પડયા રહીને જ બહાર નીકળતા. ત્યાર પછી પ્રાર્થના અને પછી મોતીભાઇને ઘેર નાતે.
મેટોભાઈ જે ભાવનાથી નાના ભાઈને ખવડાવે એ ભાવનાથી એ સમયે તેઓ નાસ્તો કે દૂધ આપતા.
રોજ રાત્રે અમારું સમૂહવાચન થતું, જે વખતે જીવનની અનેક દિશાઓ ખૂલતી. મોતીભાઈ દરેકના ઘરની અને જીવનની મુશ્કેલીઓ જાણુતા. એ એમના બહોળા અનુભવની વાત કહી હરેકની મુશ્કેલીનો ઉકેલ કરી દરેકને એક ડગલું આગળ લેવા મથતા.
હવે તો મોતીભાઈની ભાવના વધી. તેમણે વિચાર્યું કે આપણે તો સમાજના સેવકે થવું છે. માટે આપણને ભાષણ કરતાં આવડવાં જોઈએ. આપણે મોટી મોટી સભાઓમાં આપણું વિચારો આપવા પડશે, માટે આપણે અવાજ બુલંદ હોવો જોઈએ. આથી અમે એક ભાષણ કરનારૂં મંડળ શરૂ કર્યું. અમારા મંડળના સભ્યોમાં
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat