________________
૪૯૮
શુભસંગ્રહ-ભાગ મો. વાચનનો શોખ લગાડે. અમને પણ વાચનની સારી એવી ભૂખ. આ વખતે હું પાંચમી અંગ્રેજીમાં હાઈશ.
અખાડેથી લટાર મારતો મારતો હું મેતીભાઈની દુકાને જઈ ચઢયો અને બે ચોપડીઓ વાંચવા માગી, જે એમણે ઘણી હોંશથી આપી. આ અમારા પ્રથમ પરિચય દિવસ. અમારો સંબંધ દિવસે જતાં ગાઢ થયો. આ નાના પુસ્તકાલયને મોટું કરવાના મનોરથ ધડયા અને તે પાર પણ પડયા. આ પુસ્તકાલયદ્વારા મોતીભાઈ અનેક યુવાનેના પરિચયમાં આવ્યા, અને ઘણાનું ઘડતર એના દ્વારાજ થયું, એમ કહું તો જરાય અતિશયોક્તિ નથી.
દિવસો જતાં મોતીભાઇની દુકાન અમારે વાચનને અખાડો બની. આ દુકાને બેસી હિંદ અને બ્રિટાનિયા, ગોખલેનું ચરિત્રભા. ૧; એવાં જસ ગણાતાં પુસ્તકો છડેચોક અમે વાંચતા અને સ્વદેશસેવાની અનેક પ્રકારની ભાવના કેળવતા.
આવા વાચન ઉપર જેમ જેમ અમે વિશેષે ચઢયા, તેમ તેમ મેતીભાઈએ ધાર્મિક જીવન ઉપરાંત રાષ્ટ્રીય જીવનમાં પ્રવેશ કર્યો: એની એકાંગી ધાર્મિકતામાં રાષ્ટ્રીય તત્ત્વ ઉમેરાયું એમ કહું તે ચાલે. આજ સુધી એ એકલા ધાર્મિક વિચારોમાંજ પડયા રહેતા. હવે તેમના જીવનની અનેક દિશાઓ ખૂલી. અમારું વાચન જેમ જેમ વધતું ગયું તેમ તેમ એમને એક વસ્તુ સાલવા લાગી, કે આપણે વાંચ્યાજ કરીએ તે ઠીક નથી. કાંઈક કર્તવ્યમાં મૂકીએ તેજ વાચન સાર્થક થયું ગણાય.
આ વિચારથી એમની સાથે સેવાનાં નાનાં નાનાં ક્ષેત્રે અમારા માટે ખુલ્લાં થયાં. પુસ્તકાલય એકલાથી સંતોષ ન માનતાં અમે એક ફરતું પુસ્તકાલય શરૂ કર્યું. એમાં આઠ દશ સ્વયંસેવકે, દરેક જણ પાસે વીસ વીસ પુસ્તકે હેય. આ પુસ્તક લઈ અમે ગામના લત્તામાં જઈએ. સ્ત્રીઓ, વિદ્યાથીઓ તથા અન્ય શહેરીઓને વાચન તરફ દોરીએ. આ સમયમાં વઢવાણમાં વાચનનો એટલો બધે શેખ વશે કે ન પૂછો વાત. અમારા પુસ્તકાલયમાંથી આ વર્ષોમાં દરરોજ સેથી દેઢ પુસ્તકો જતાં અને તે ઉપરાંત ફરતાં પુસ્તકાલયને ઉપયોગ થતો તે જુદો.
સાંજના પાંચ વાગ્યાના ટકારા વાગે કે મેતીભાઈનો સંચે બંધ થાય. પાંચના ટકોરા પછી એક પણ ટાંકે એ મારતા નહિ, લૂગડું જેટલું અધુરું રહ્યું હોય તેટલું રાખીને જ દુકાન બંધ કરીને નદીની રેતમાં દેડતા. આજથી પંદર વર્ષ પહેલાંની આ વાત છે, કે જે કાઠિયાવાડમાં અને તેમાં પણ ખૂણે પડેલ વઢવાણમાં અખાડાનું નામ તે વખતે નહિ આવે એવા સમયે અખાડાના અનેક મનોરથ મોતીભાઈએ સેવ્યા. શરૂઆતમાં અમે પાંચ જણ. અમે હતા જુવાને.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat