________________
૪૯૪
શુભસંગ્રહ-ભાગ ૭ મા
કહેવામાં આવે કે ‘તમે વાંચી ગયા છે! તે સિવાય નવુ કાઈ પુસ્તક આવ્યું નથી' તે તેમને સ્વાભાવિક રીતેજ નિરાશા થાય અને પુસ્તકાલયમાં કઇં આકણુ ન રહેવાથી ખીજી વખત
આવતા અટકે.
રાજ્યનાં કેટલાંય ગ્રામ પુસ્તકાલયેામાં આમજ બને છે; કારણ કે જૂના નિયમેા પ્રમાણે આશરે ૨૦૦ ગ્રામ પુસ્તકાલયેાને ગુજરાતી ભાષાનાં રૂ।. ૧૨૫ નાં પુસ્તકે એક વખત આપી દેવામાં આવતાં; પણ એ બધાં એક વખત વાંચાઈ ગયાં એટલે તેમની નવીનતા જતી રહી, દિવસે દિવસે ઉપયેગ એછેા થવા માંડયા અને કેટલેય ઠેકાણે પુસ્તકા ધૂળમાં રખડતાં પડયાં રહેવાથી ઉધના ભેગ થયાં. એટલે ઉત્તરાત્તર પ્રગતિ થવાને બદલે ત્રણ વર્ષને અંતે પુસ્તકસ`ખ્યા ઘણી ધટી ગઈ. પુસ્તકાલય તે પીવાના પાણીના કૂવા જેવું છે. તેમાં હમેશાં નિયમિત આવરા ચાલુ રહેવાજ જોઇએ, નહિ તેા તે અધિયાર અને નિરુપયેાગી થઈ જાય છે. આ તાજાપણુ અને આ નવીનતા પુસ્તક કયી તારીખે પ્રસિદ્ધ થયુ એમાં નથી, પરંતુ લાગતાવળગતા સમાજમાં એ પુસ્તક પહેલવહેલુ. કયારે પ્રચારમાં આવ્યું એમાં છે. ફરતાં પુસ્તકાલયેાની આજ મુખ્ય ચાવી છે. કાઇ શાળા કે પુસ્તકાલયને ત્રીસેક પુસ્તકા માકલવામાં આવે ત્યારે એ પુસ્તકા નવીન હેાવાથી રસ જામે અને વાચકે વધે. ત્રણેક માસ પછી, બધાં આવેલાં પુસ્તકા વહેંચાઇ રહે અને ઉત્સાહ જરા મંદ પડવાના થાય ત્યાં તે નવીન પુસ્તકાની ખીજી પેટી આવી પહેાંચે એટલે પાછે! સ સજીવન થાય. આમ બધા વખત રસ જળવાઇ રહે અને વધારામાં એકનાં એક પુસ્તકા અનેક ઠેકાણે વંચાવાથી તેમાં ખરચાયેલી રકમનું પૂરતું વળતર મળી રહે. એટલે આપણે કહી શકીએ કે, આના જેવી ઉત્તમ યેાજના ખીજી એકેય નથી. પુસ્તકાલયનું મકાન સારા લત્તામાં, સુશાભિત, વિશાળ અને આકર્ષક હોય એ લોકપ્રિયતા પ્રાપ્ત કરવાનું ત્રીજું પગથિયું છે; કારણ કે સાનિક પુસ્તકાલયનાં ત્રણ પ્રધાન અંગે. ગ્રંથપાલ, પુસ્તકા અને મકાન છે. જે પુસ્તકાલયને પેાતાનું સ્વતંત્ર મકાન હાય તેની કિમત ખેવડાય છે. પછી તેને શાળા, મંદિર કે ધશાળા જેવી પરાઇ સંસ્થા ઉપર આધાર રાખવા પડતા નથી. વળી સ્વતંત્ર મકાન હાવાથી સમાજની પણ તે વધારે સારી સેવા બજાવી શકે છે; અને તેને લીધે તેના પ્રત્યે સમાજના બધા વર્ગોના લેાકેાનાં માન, ચાહ અને મદદમાં સારે। ઉમેરે થાય છે. દાખલા તરીકે વડેદરા પ્રાંતમાં ભાદરણ, ધર્માંજ અને વસા એ ત્રણ ગામેમાં પુસ્તકાલયનું સ્વતંત્ર મકાન થયા પછી એકલા યુવકેાજ નહિ, પણ વૃદ્ધો સુદ્ધાં તેને વધારે મદદ આપતા થયા છે. ઉપલાં ત્રણેય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com