________________
vvvvvvvy
પુસ્તકાલયને કપ્રિય કેવી રીતે બનાવવું? ૪૫ પુસ્તકાલયમાં મળતી પુસ્તકે અને વર્તમાનપત્રો વાંચવાની મફત સવડને ઘણી મોટી લોકસંખ્યા લાભ લે છે અને એ સંસ્થાઓ એટલી લોકપ્રિય થઈ છે કે લેકે લગ્નમરણ જેવા પ્રસંગે નાણાંની ઉદાર હાથે મદદ આપે છે. હવે તે એ પ્રથા લગભગ રૂઢિ જેવી બની ગઈ છે.
વર્ગણી આપનાર તેમજ ન આપનાર તમામ વર્ગના લોકો માટે પુસ્તકાલય ખુલ્લું રાખવું એ લોકપ્રિયતા સાધવાનું ચોથું પગથિયું છે. બધાં લાભ લઈ શકે એટલા માટે હવા અને પાણુની પેઠે જ્ઞાન પણ તદ્દન મફત અને જ્યારે માગે તથા જે માગે તેને મળવું જોઈએ; નહિ તે જ્ઞાન પ્રચારની આ સંસ્થાને ઉપભોગ કરવાનું સદ્ભાગ્ય થોડાક નશીબદારોને જ સાંપડે. પુસ્તકાલયોમાં કામ કરનારાઓનો અનુભવ છે કે, ઘણા લોકોને પુસ્તકો અને વર્તમાનપત્રે વાંચવાની ઈચ્છા તે હોય છે, પરંતુ વર્ગણું ભરવાને તેઓ લગારેય ખુશી લેતા નથી. અને એજ પ્રમાણે રાજ્યના કોઈ પણ મહાલનાં વણી લેતાં એક પણ પુસ્તકાલયમાં ૩૦થી વધારે વર્ગણીદાર સભાસદો નથી અને તેમાંના કેાઈ પુસ્તકાલયમાંથી ૧૦૦૦ ઉપરાંત પુસ્તકો આખાય વર્ષ દરમિયાન બહાર વાંચવા અપાયાં હતાં નથી.
બે વિશિષ્ટ પુસ્તકાલયના નીચે આપેલા આંકડા ઉપરથી વર્ગથી અને મફત વાંચવા અપાતાં પુસ્તકોના પ્રચારના આંકડાએનો તફાવત સ્પષ્ટ સમજી શકાશે.
- પાટણ
પુસ્તકાલય
વાચનપ્રચાર આનંદભવન કલબ (દી)
૧૨૦૦ ફત્તેસિંહરાવ (વર્ગણી)
૨૨૦ પેટલાદ
( ૨૬૩૨–૧૯૧૦–૧૧ ગટુલાલજી (42)
૧ ૨૭૮૩–૧૯૧૧-૧૨
( ૩૦૦–૧૯૧૦-૧૧ સાર્વજનિક (વર્ગ)
( ૯૫૭-૧૯૧૧-૧૨ અંતમાં, કેટલાંક પુસ્તકાલયોએ ઉપાડી લીધેલી કેટલીક વ્યક્તિગત પ્રવૃત્તિઓને નિર્દેશ અહીં અસ્થાને નહિ ગણાય. આ પ્રવૃત્તિએમાંની એક તે સ્ત્રીઓને ઘેર બેઠાં પુસ્તકો પહોંચાડવાં એ. પેટલાદ મહાલનાં કેટલાંક પુસ્તકાલયોએ સ્ત્રીઓને વાંચવા માટે પુસ્તકાલયના પટાવાળા સાથે પુસ્તકે તેમને ઘેર પહોંચાડવાની પ્રથા શરૂ કરી છે. એ રીતે દર મહિને સેએક પુસ્તકો ગામની સ્ત્રીવાચકને ઘેર બેઠાં
પહોંચાડવામાં એ પુસ્તકાલયો સફળ થયાં છે. આ પ્રથા રાજ્યનાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com