________________
૪૯૦
શુભસંગ્રહ–ભાગ ૭ મે ખરું ભાન જ નથી હોતું, અને જેમને તે હોય છે તેઓ પણ તેમાંથી જોઈએ તે લાભ ઉઠાવી શકતા નથી એટલે સામાન્ય જનતાને પુસ્તકાના ચમત્કારને અનુભવ ઓછો જ હોય તેમાં નવાઈ જેવું નથી.
તેમ છતાં પુસ્તકની મહત્તા ઓછી નથી થઈ. જેમ શરીર ટકાવવા અનની જરૂર છે, તેમ શરીરમાં બિરાજતા આત્માને ઉજવલ રાખવા પુસ્તકની જરૂર છે. પુસ્તકોને સાચો અર્થ ધ્યાનમાં રાખીએ તો નહાવું, ઘેવું, ખાવું, પીવું જેમ આપણે ફરજિયાત માનીએ છીએ, તેમ કોઈ પણ પ્રિય પુસ્તકનું વાચનમનન જીવનને શુદ્ધ અને પ્રફુલ્લ રાખવા માટે આવશ્યક છે. આપણું દિનચર્યામાં વાચન-મનન એક અગત્યનું અંગ છે. જેઓ આમ કરતા હશે તેઓ સાક્ષી પૂરશે કે, આમ કરવાથી પિતે અનેક પાપો કરતા કેટલીક વાર બચ્યા હશે; અનેક વખત પુસ્તકોએ મુશ્કેલીએમાં તેમના સલાહકારનું કાર્ય કર્યું હશે; ઘણુક વેળા નૈતિક નિર્બળતામાંથી તેમને ઉગારી લીધા હશે.
આમ જે વ્યક્તિના જીવનવિકાસમાં પુસ્તકની આવશ્યકતા સ્વીકારીએ તે પુસ્તકની આવશ્યકતા અનિવાર્ય બની જાય છે. જે વ્યક્તિને જરૂરનું છે તે સમાજને પણ જરૂરનું છે; કારણ કે સમાજ વ્યક્તિઓનેજ બનેલું છે. આમ પુસ્તકાલય સમાજની એક અતિ અગત્યની જરૂર પૂરી પાડે છે. આજે જ્યાં માણસની સમક્ષ અનેક ભ્રામક વસ્તુઓ એક પછી એક મુકાતી જાય છે, ત્યાં નૈતિક જીવનને સન્માર્ગે દોરનારા જૂના સદ્દગુરુઓને દુકાળ વધતો જ જાય છે. અને જે ઉપદેશકે જોવામાં આવે છે તે તેમના ઉપદેશમાં વિશ્વાસ જેવું થોડું જણાય છે. જ્યાં કેળવણી મળવા છતાં માણસના સંસ્કાર અને જીવનપ્રવાહમાં ઈષ્ટ ફેરફારો થતા નથી તેવા વખતમાં પુસ્તકાલયનું મહત્વ જેટલું આંકીએ તેટલું ઓછું છે. જે કામ એક વખત ધર્મગુરુઓ પોતાના જીવંત ઉપદેશથી જનસમૂહ માટે કરતા, તે કામ શાળાઓ અને વિદ્યાલય કરવા મથે છે; પણ સંપૂર્ણ રીતે કરી શકતાં નથી. જે શાંતિ અને સુખ માણસો રાતદિવસ શેધી રહ્યાં છે તે જે યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો પુસ્તકાલયમાંથી મળી શકે. આજના ધાર્મિક અંધાધુંધીના અને
સ્વતંત્રતાના જમાનામાં માત્ર પુસ્તકો જ સદ્ગુરુઓ અને માર્ગ દર્શક રહ્યાં છે. અને પુસ્તકાલયોજ એ સદ્દગુરુઓ સમાજને પૂરા પાડી શકે તેમ છે.
આજે પુસ્તકાલયની જરૂર સમજાવવા કરતાં પુસ્તકાલય કેવું હેવું જોઈએ એ સમજવા સમજાવવાની વધારે જરૂર છે. પુસ્તકાલય વ્યક્તિને અને સમાજને બન્નેને જરૂરનું છે; અને બન્નેને ધ્યાનમાં લઈ પુસ્તક સંગ્રહ વિષેની આપણું દષ્ટિનો નિર્ણય થવો જરૂર
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat