________________
૪૮૮
શુભસંગ્રહ-ભાગ ૭ મે હંબગદાસે, હવે ઉપરના બનાવ પછી, મહાત્મિક ઢગધતુરાથી દુનિયાની આંખમાં ધૂળ નાખવાનાં નિષિદ્ધ કર્મને ત્યજી દે, એવું અમે ઈચ્છીએ છીએ. થીઓસૈફીનાં પ્રમુખ બનવાને માટે ડો. એની બીસેન્ટ અંતરિક્ષમાં રખડતા આત્મા-મહાત્માઓની સહાયતા શોધી હતી; અને શ્રીકૃષ્ણમૂર્તિને “જગદગુરુ” તરીકે ઠસાવી મારવા માટે પણ એજ “એકેહુની કે કોનીટમા” જેવા મહાત્માઓની સહાયતા મેળવવામાં આવી હતી. થીઓસૈફીના અવારના વડા મથક ખાતે અદશ્ય મહાત્માઓને નામે જે ધતિંગે. ચલાવવામાં આવે છે, તે રાંદલના લેટા આગળ હં–હું કરીને ધૂણતા ભુવાઓના ઢોંગ કરતાં પણ ઘડી વાર ચડી જાય તેવાં હોય છે ! રસ્તા પર ફરનારે ડેકબજાણિયો જેવી કસરત કરે છે, તેવી જ કસરત સરકસના તંબુઓમાં થાય છે; પણ પહેલાના કરતાં બીજી પદ્ધતિ સુધરેલી હોવાથી આગળ વધેલા સંસ્કારી અને તેની તરફ વધારે ખેંચાય છે, અને તેને માટે કામ પણ વધારે આપે છે. ગામડાના ગમાર ભુવાઓની દેવદેવીઓની વાતમાં અને થીઓસૈફીના અદશ્ય મહાત્માઓનાં હંબગમાં કંઈ ફેર નથી, છતાં ગોરી ચામડીની સફાઈ અને ચાલાકીને કારણે, ભુવાઓને જ્યારે કઈ ભાવ પૂછતું નથી ત્યારે થિયેસફીના હંબગદાસે જ્યાં ને ત્યાં પૂજાય છે, ધન લૂંટીને માલેતુજાર બને છે, અને સાથે સાથે અંધશ્રદ્ધાળુ ભેળી પ્રજાનું સત્યાનાશ પણ વાળી નાખે છે! હિંદની ધર્મપ્રેમી ભેળી પ્રજાને ભમાવીને થીઓસૈફીએ તેની ખૂબ ખુવારી કરી છે, અને વહેમની જાળ તથા મહાત્મિક હંબગ વડે તેની માનસિક અધોગતિને પણ પાર વગરની બનાવી દીધી છે; છતાં પરમ કૃપાળુ પરમાત્માને આપણે હજારે હજાર ધન્યવાદ આપીશું કે, દેશના રાજદ્વારી ઉદયને વખતે, તેનાં ધાર્મિક ગુલામી બંધને પણ તૂટવા લાગ્યાં છે; અને “જગદ્ગ” બનાવવા ધારેલા શ્રીકૃષ્ણમૂર્તિ જેવાને હાથેજ મહાત્મિક હંબગની જાળ તૂટે છે ! “જગદૃગુરુ” ના થીઓસોફી સાથેના છૂટાછેડાનાં સઘળાં કારણે તપાસીને હિંદી જનતા થીઓસોફી ઉર્ફ હંબગસરી જેવાં ધર્મગ ફેલાવનારાં મંડળોથી સાવધ રહે, અને તેને સાતસે કદમ દૂરથી નમસ્કાર કરે, એવું અમે ઇચ્છીએ છીએ. ઇમ.
(તા. ૭-૯-૧૯૩૦ ને “આર્યપ્રકાશને અગ્રલેખ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com