________________
૪૭૮
શુભસંગ્રહ-ભાગ ૭ માં સીતા(આશ્ચર્યાથી) સાચે ? શું આજથી મારા પતિદેવ સુતર કાંતવાના ?
શાંતિલાલ–સાચ્ચેજ. આજથી તારી પાસેથી સૂતર કાંતવાને પાઠ લઈશ. “નેકરી” એ શબ્દ પણ મારા મોઢામાંથી હવે નીકળશે નહિ.
સીતા-(ભક્તિભાવથી હાથ જોડીને) ભગવાન તારી કૃપા !
શાંતિલાલ-આજે તારા મોટા ભાઈને કાગળ છે તેમાં લખે છે કે “અહીં આવો તો સૂતર વણતાં અને રંગતાં શીખવું.” જે આટલો હુન્નર હાથ બેસી જાય તો આપણે ઘેર–ગામડામાં રહીને પણ ધંધે સારો ચલાવી શકાશે. તને કેમ લાગે છે ?
સીતા–મને શું લાગવાનું છે ? હું તો કેટલાય દિવસથી એ વાત કહીજ રહી છું.
શાંતિલાલ–ત્યારે સામાનની વ્યવસ્થા કરીને કાલે સવારની ગાડીમાં જ અમદાવાદ જવાની વ્યવસ્થા કરીએ. પણ ટિકિટ પૂરતા પૈસા પાસે છે?
સીતા–ના નથી, પણ મારા કાનનું આ એરિંગ વેચીને મારવાડી પાસેથી પંદર વીસ રૂપીઆ ખુશીથી મેળવી શકાશે. હે, લ્યો આ ! (એરિંગ કાઢી આપે છે.)
શાંતિલાલ–(મનમાં) કે આ પ્રસંગ! પણ અત્યારે હૃદય પથ્થર જેવું કર્યા સિવાય છૂટકેજ નથી. (એરિંગ લઈ
બહાર જાય છે.) પ્રવેશ ૬ કે | (સ્થળઃ રસ્તે, દુકાનથી ઘર તરફ.)
શાંતિલાલ-(મનમાં) મુંબાઈ છોડયાં આજે એક વર્ષ થયું. કાઠિયાવાડમાં પગ મૂકતાં પહેલાં શંકા હતી કે ધંધો ચાલશે કે નહિ. પણ પ્રભુની દયાથી ખાદી વણાટ તથા રંગાટના ઉદ્યોગમાં બે પૈસા મળવા લાગ્યા. છેવટ રંગીન ખાદીની માગણું વધતી જોઈને ઈશ્વરદાસની સલાહથી દુકાન પણ નાખી અને આજે આ ધનતેરશના દિવસે હિસાબ કરતાં ખરચ ખૂટણ જતાં ચેખા પાંચસો રૂપીઆને નફે દેખાય છે. મુંબઈમાં ચાર વરસ કારકુનગીરી કરીને પણ આથી અર્ધા રૂપીઆએ બચાવી શકાયા હોત કે કેમ! તે શંકાજ છે. (કૂવા પરથી પાણી ભરીને સીતા ઘર તરફ જઈ રહી છે. તેને જોઈને) આ બધે એ દેવીનેજ પ્રતાપ ! આ વાત તે જાણશે ત્યારે કેટલી ખુશી થશે ! (જલદી પગ ઉપાડે છે.)
પ્રવેશ ૭ મા (પાણીનું બેડું ઉતારી સીતા થાક ખાવા બેઠી છેઃ શાંતિલાલ આવે છે.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Www.umaragyanbhandar.com