________________
અહિંસાધર્મના પૂજારી
૪૮૩ અહિંસાવાદીઓ કયાં ઓછાં ધર્મ કરે છે? તીર્થોમાં અને ભક્તિમાં લાખ રૂપીઆ ખર્ચે છે. ઠેર ઠેર મંદિર, ઉપાશ્રયો અને પાઠશાળાઓની વૃદ્ધિ કરી શાસનની શોભા વધારે છે. વરઘોડાઓ, જમણુવારો અને ઉત્સવરચના કરી ઘણું દ્રવ્ય ખર્ચે છે. અને પહેલાં કદી નહતું તેવું વિધવિધ ધર્મકાર્ય (!) કરી નાણાં ખર્ચે છે.
હવે આટલાં આટલાં ધર્મસાધનો વધ્યા છતાં આપણી સમાજ કંગાળ કેમ? જે ખરેખર ધર્મની વૃદ્ધિ થઈ રહી હોય તે ભૂખમરે અને પામરતા કેમ વધે? મનુષ્ય જેવી રાજા કેમ દુબળાં ઢેરા કરતાંય ઉતરતી કેમ દેખાય ? જે ધર્મ એટલી ઉચ્ચ કેટીએ પહોં
ભ્યો હોય કે આપણે કીડી મંકોડી અને પારેવા માછલાંની પણ રક્ષા કરવા તૈયાર છીએ, તો ધમ–અહિંસાધમી એજ નાની સરખી પેટની કોથળી પૂરવા દેશ વિદેશ કેમ વેઠે, અને અનેક કાળાંધળાં કરતાં એ કેમ અચકાતો નથી ?
એટલે કાં તો એ ધર્મ , (અને ઘણું સામાન્ય અને અહિંસાધર્મથી અણજાણ મનુષ્ય ખરેજ, અહિંસા ધર્મને ખોટો માની નિંદી રહ્યા છે, અને કાં તો એનાં પૂજારીઓ એનું ખરું રહસ્ય સમજ્યાં નથી. અને ખરી વાત એમ છે કે, જે એ ધર્મજ ખેટ હતું તે આજ પચ્ચીસ પચ્ચીસ સૈકા થયાં છતાં બુદ્ધદેવ અને ભગવાન મહાવીર કેમ પ્રાતઃસ્મરણું હોય! જે અહિંસાવિરાએ ધમને ખાતર સાચી ઉપાસના પૂજા આદરી હતી અને દેશોદ્ધાર માટે સર્વસ્વનું બલિદાન દીધું હતું, આ બધા ક્ષાત્ર વીર હતા તેથી જ તેઓ અહિંસા ધર્મ જીરવી શક્યા હતા. રામ-કૃષ્ણ પણ અહિંસાવાદી હતા અને તેથી જ તેઓ ધર્મની અને દેશની રક્ષા કરવા સમર્થ થયા હતા. આજ આપણું અહિંસાના પૂજારી
ઓ ધર્મને પૈસાને છાબડે તેળે છે, અને વાત વાતમાં પૈસાથીજ ઉછાસણી થાય છે. ખરે તેઓની ધર્મની તુલના વાણિયાશાહી થઈ ગઈ છે. શુદ્ધ ધર્મ જે આત્માની ઓજસ્વિતા છે તે ઢંકાઈ ગઈ છે. અને બાહ્યાડંબર અને બાહ્યાચારને ધર્મનું સ્વરૂપ આપ્યું છે, તેથી ધર્મ સર્વત્ર વગોવાઈ રહેલ છે. વાસ્તવિકતાએ ધર્મ એ સર્વ વસ્તુને સાર છે. ધર્મ થકી વીરતા, અભયતા અને સત્યતાના ગુણ પ્રગટવા જોઈએ. ધર્મ થકી નિર્માલ્યતા, કંગાળતા અને દારિદ્ઘતા નાશ પામવી જોઈએ. જ્યાં એ નથી ત્યાં ધર્મ નથી, પણ ધર્માભાસ છે.
આજ આપણે અહિંસાના સાચા પૂજારીને જોઈ રહ્યા છીએ જેની એકજ પૂજા, આત્મસમર્પણ એટલું જબરજસ્ત છે કે આજે લાખો નરનારીઓ પોતાના દેહનું બલિદાન દેવા નીકળી પડ્યાં છે. અને બલિદાન દેનારા લાખમાં કંઈ સામાન્ય કે સામર્થ્ય વિનાના નથી. જેમાંના અનેક તે તપસ્વી, ત્યાગી અને પવિત્રાત્મા
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat