________________
૪૭૦
શુભસંગ્રહ-ભાગ ૭ મા
તમારી માફક મને મારાં માબાપ પ્રત્યે પૂજ્યભાવ તથા માનની લાગણી શું ન હોય ? વહુ નામનું પ્રાણુ શું હદયશૂન્ય હશે? મારે સ્થાને જે તમે હો અને તમને મારી મા એવી રીતે સંબોધે તે...? પણ મુજ ગરીબડીનું, રાંકડીનું શું ચાલે છે તે પણ મૂંગે મેઢે સહન કર્યું–કરવું પડયું–કર્યો જ છુટકો હતો.
દિવસ આખોએ મહેનત કરી. પળેપળ ગાળો ખાઈ, વધે ઘટે ધાને પેટ ભરી, જીવન ઉપર અસંતોષાએલી, થાકી પાકી રાત્રે તમારી પાસે કંઈક દિલાસે અને કંઈક રસિકતા અનુભવવા, આશાભરી આવું, તે ત્યાં પણ શું ? મા બહેનના કાનભંભેરણાથી તમે પણ બળતામાં ઘી હોમવા–દાઝેલાને ડામવા તૈયાર જ હો. સ્નેહના બે પ્રેમાળ શબ્દ તે બાજુએ રહ્યા, પણ કઠેર શબ્દને માર ખમવો ન પડે તે મારું અહોભાગ્ય ! સાધારણ વસ્તુ જોઈએ, તોપણ એકદમ હાજર થઈ જવું, ક્ષણ પણ વિલંબ થાય તો ઘાંટા સાંભળવા; તમારા તંદુરસ્ત, સુદઢ શરીરને મારા કામળ, નિર્બળ દુખતા હાથથી ચાંપવું; તમને તાપ લાગતું હોય તો ઉંઘમાં ઘેરાયેલી હોવા છતાં ઉઠી પવન નાખવે; ઈત્યાદિ સેવા બજાવતાંય તમે સ્વામીનાથ રીઝશે કે રૂઠશો તેને વિશ્વાસ નહિ ! કઈક વખત અત્યંત થાકથી દુઃખતા, કળતા શરીરને આરામ આપવાનું મન થાય, ત્યાં તાડુક જ સાંભળવાનો હાય ! “એટલામાં ઉંઘ શાની આવે છે ? આખો દિવસ બેઠાં બેઠાં ગપ્પાં મારવાં અને રાત્રે ઘોરવું! બેસ મારા પગ દબાવ” વગેરે સખત બોલ, અણઘટતી ધમકી અને કવચિત ચૌદમું રતન પણ ચાખવું પડે ! તમને કઈ દિવસ એમ પણ ન થયું, કે જ્યારે તમારા મજબૂત પગ દુખે છે ત્યારે આ નાનકડી બાળા શી રીતે સહન કરતી હશે ? શાનું થાય ! બૈરી તો વૈતરી ! હું તો તમારી વેઠ કરવા બંધાએલી, સર્વ હક્ક તમારે સ્વાધીન આ ગુલામડીના ! પણ મને તે ઘણુંય લાગે, પણ હું નિરાધાર અબળાથી શું થાય ? બહુ તે આંસુ સારૂં. તેમ કરવામાં પણ દુઃખ-ઢોંગીલી ગણાઉં અને થોડોક વધારે મેથીપાક મળે ! તમે મારા ઉપર સ્વામિત્વ-જુલમી, આપખુદ ને બેદરકાર સ્વામિત્વગુજાર્યું છે. મારી પાસે અનહદ સહન કરાવ્યું છે. એનું કાઈ પ્રાયશ્ચિત્ત તમારી પાસે છે?
એકાદ વખત આ પીડામાંથી થોડીક નિવૃત્તિ મેળવવા, વહાલી માવડીનું દર્શન કરવા, પેટની વરાળ સહિયરો આગળ શાન્ત કરવા પિયર જવા રજા માગી, ત્યારે બેસીતમ ધમકી સાંભળવી પડી ! મને આ ઉંમરે માતૃભૂમિ સાંભરે તે પણ ગુન્હો ! અરેરે!
એ વાત યાદ કરું છું ત્યારે હદય ભરાઈ આવે છે. છેવટે મને પિયર જવાની રજા મળી, પણ પાછી આવી ત્યારે પરિણામ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat