________________
૪૬૮
શુભસ`ગ્રહું-ભાગ ૭ મા
૮૮-મરવથારીથી
(જુલમી સ્વામિત્વનેા ભેગ થઇ પડેલી એક બાળાના પત્ર-એક સાચી ઘટના ઉપરથી યાજનાર આઇ. એમ. પટેલ.) પતિરાજ,
તમે અને તમારા સમાજે મારા મેાં ઉપર વાસેલાં તાળાં આજે મરણપથારીએથી પડી પડી આ પત્ર લખી તેડું છું. મારા આત્માનાં દ્વાર આજે પહેલી અને છેલ્લી વખત ખુલ્લાં મૂકી દઇ મારા જેવી અનેક અભાગિયણ બાળકીઓને આનાદ તમારે કાને નાખવા માગું છું. તેમાં તમે મારી કકળતી આંતરડીની હાય જોશે. તેમાંથી તમને ને આખા સમાજને ધણું જાણવાનું—શીખવાનું મળશે, જાણવાશીખવાની ઈચ્છા હશે તે ! મારા જેવી કેટલીય કુમળી વયની રાંકડી બાળાઓનાં ખલિદાન તમારે આ સમાજ તેની કુળવાનશાહીના મેહથી લેતા હશે ? કેટલાક નિષ્ઠુર અને ક્રૂર હૃદયના પતિદેવે પેાતાની ગૃહૃદેવીએ (!) તરીકે વસાવેલી નિર્દોષ બાળાએના આત્મભાગ લેતા હશે ? મારી પંદર વર્ષની ઉ ંમરમાં મેં બહુ બહુ સહેન કર્યું" છે. કાણે સહન કરાવ્યુ તે તે પ્રભુ જાણે, પણ એક વખત તા શરમ છેાડી, ડેાસાંએની મર્યાદા મૂકી મારા અનુભવ, મારી વીતક તમારે કાને નાખી મારા હૃદયના ઉભરા શાંત કરવા દે. એથી જો તમે સમજશે! અને મારી અન્ય બહેનેાની એવી દુર્દશા થતી અટકાવશે। તે હું મારી જાતને કૃતકૃત્ય માની મારી દાદ સભળાઇ તે બદલ સ્વગે બેઠી બેઠી આત્મસતષ અનુભવીશ.
મારા જન્મ સારા ગણાતા એક ગામમાં થયેા હતેા. મારાં માબાપ સાધારણ સરી સ્થિતિનાં હેાવાથી અને તેમને હું એકની એક હૈાવાથી, હું સુખચેનમાં ઉછરી હતી. મને શિક્ષણુ સારૂં મળ્યું હતું. આપણા સમાજમાં હંમેશ બને છે તેમ મારાં માબાપે પણ પૈસા ખરચી, દેવું વેઠી, મારૂ લગ્ન તમારા કહેવાતા સારા કુળવાન ઘરમાં કરી, કુળવાનશાહીની વેદી ઉપર મારા અર્ધ્ય અર્પી હતા. તેમને બિચારાંને ક્યાં ખબર હતી કે આ તેમનેા કુળમેાહ મારી જીવનજ્યાતને પ્રાણધાતક નીવડશે ? તેમને બિચારાંને એ ખબર ન હતી કે, આ બહારથી દેખાતું ‘રમણીય ધર’ તેમના એકના એક લાડકડા પુષ્પને પીલી નાખશે અને તેય આટલી ટુંક મુદતમાં. દાન અને ખલિદાનના ભેદથી તે અજાણ હતાં.
કુંવારી અવસ્થામાં મેં કંઈ કંઇ આદર્શ ર્ચ્યા હતા, કઈ કઈ સ્વપ્ન સેવ્યાં હતાં, કંઇ કંઇ મનેરથ ધાયા હતા; પણ બધા નિય રીતે છુંદાઇ જશે, રગદેાળાઇ જશે અને તે પણ તમારે-પતિરાજને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com