________________
AAAAAAAAAA
શુભસંગ્રહ-ભાગ ૭ મો ગુરુએ બંને શિષ્યોને જળના કુંડામાં નિહાળવાની આજ્ઞા કરી. અને પછી પૂછયું: “શું જુએ છે ?' તેઓએ જવાબ આપ્યો “હે ગુરુજી ! નખથી શિખ સુધી અમારે આખો આત્મા અમે એમાં બરાબર જોઈએ છીએ.” તેમની ભૂલ સુધારવાના હેતુથી પ્રજાપતિએ ફરીથી તેમને આજ્ઞા કરી –
સારા અલંકાર સજે, સારાં વસ્ત્ર પહેરે, વાળની ટાપટીપ કરી લો, અને પછી એ પાણીના કુંડામાં જુઓ.” તેઓએ તેમ કર્યું. પછી ગુરુએ પૂછ્યું: “શું જુઓ છો ?” શિખ્યાએ જવાબ દીધો કે “અમે વસ્ત્રાલંકારથી સજજ થયેલા જેવા છીએ તેવાજ આમાં જણાઇએ છીએ.” તેમનું કથન સાંભળી પ્રજાપતિએ વિચાર કર્યો કે-“આત્માના દોષ વડે કરીને એમની વિવેકબુદ્ધિ હજી સામર્થ્ય વિનાની રહી છે. મારા વિચારેનું મનન કરવાથી જ્ઞાનને અટકાવ કરનાર દેષ એમના હૃદયમાંથી ધીરે ધીરે ખસશે એવી આશાથી જે આત્મસ્વરૂપ પિતાનું અભિપ્રેત હતું તેને મનમાં રાખી પ્રજાપતિએ કહ્યું –“આ આત્મા છે, અમૃત છે, અભય છે, બ્રહ્મ છે.” આ સાંભળી હૃદયમાં શાંતિ પામી બંને શિષ્યો વિદાય થયા.
તેઓને જતા જોઈને પ્રજાપતિએ વિચાર્યું કે, આ બંને માત્માનું ખરું સ્વરૂપ એળખ્યા વિના ચાલતા થયા, પણ એ બેમાંથી વિપરીત ભાવનું ગ્રહણ કરીને “આજ ઉપનિષદ-સાચું રહસ્ય છે” એમ કહેશે અને મનાવશે તો તે અને તેને પક્ષ પરાભવ પામશે, પછી તે દેવો હોય કે અસુરો હોય. એ દરમિયાન બન્યું એવું કે દેત્યાધિપતિ વિરોચન તે જ્ઞાનપ્રાપ્તિ પિતાને થઈ છે એ ભાનથી સ્વસ્થ હૃદયને જ રહ્યા અને પિતે ગ્રહણ કરેલું જ્ઞાન ઉપનિષદુ તરીકે–પરમ રહસ્ય તરીકે અસુરેમાં ફેલાવ્યું અને આત્માનેજ સેવ, આત્માની જ પરિચર્યા કરવી-અર્થાત વિવિધ પ્રકારના ભોગ ભોગવવા એથી આ લોક તેમજ ઈતર લોકની પ્રાપ્તિ થશે, એ ઉપદેશ આપ્યો.
ભગવતી શ્રુતિ અહીં ઉમેરે છે કે, દત્યાધિપતિએ આવું ઉપનિષદ–રહસ્ય આપ્યું તે કારણે જ અત્યારે પણ જેનામાં દાન, શ્રદ્ધા, યજ્ઞાદિકની ભાવના નથી હોતી તેને આપણે આસુરી કહીએ છીએ, અને જેઓ એવા ઉપનિષદના સંસ્કારવાળા હોય છે તેઓ પ્રેતના શરીરને ગંધ, માલ્ય, અનાદિ વડે કરીને તથા વસ્ત્રાલંકારાદિથી સંસ્કારયુક્ત કરે છે, અને ધારે છે કે એ વડે સ્વર્ગલોક પ્રાપ્ત કરી શકાશે.
( વિરેચને આમ વિપરીત અર્થ ગ્રહણ કર્યો, પણ ઈદ્રને ગુરુના આપેલા ઉપદેશને આવો અર્થ ગ્રહણ કરવામાં મુશ્કેલી જણાઈ, અને એ મુશ્કેલી આ હતી —આ શરીર વસ્ત્રાલંકારથી સુસજજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com