________________
ઉપનિષદુને એક પ્રસંગ પ્રકારનાં વાહનો તેમજ સિપાઈ પહેરેગીરોની તેમને ખેટ ન હતી; છતાં પગે ચાલતા તેઓ આવ્યા, હાથમાં સમિધ લઈને તેઓએ પિતાને શિષ્યભાવ પ્રકટ કર્યો, અને નમ્રતાથી તેઓએ ગુરુચરણને સેવ્યા. રાજકુમારો કે નવાબજાદાએ મેટરમાં બેસીને શિક્ષણ લેવા જાય, સાથે સેવકે હેય, શાળામાં તેમને માટે ખાસ આરામગૃહની ગોઠવણ રાખવી પડે એવું સઘળું ભારતના પ્રાચીનકાળમાં દેવાધિદેવ અને અસુરપતિને માટે પણ ઔચિત્યથી વેગળું અને શિષ્યવૃત્તિને અણછાજતું ગણાતું. તેઓ ૩૨ વર્ષ સુધી ગુરુ પાસે રહ્યા અને તેમની શુશ્રુષા કરી. એટલાં વર્ષનું બ્રહ્મચર્ય અને એટલાં વર્ષની ગુસેવા વિના આત્મજ્ઞાન ન મળે. આપણે જાણીએ છીએ કે, પ્રથમ બંને શિષ્યોની વચ્ચે ઇર્ષ્યાભાવ હતો, પણ વિદ્યાપ્રાપ્તિના મહાન પ્રોજનની સિદ્ધિને અર્થે દીર્ઘકાળ સુધી સાથે રહેવાનું થવાથી તેઓના હૃદયમાંથી રાગદ્વેષ, મેહ, ઈર્ષ્યા આદિ દોષ લુપ્ત થયા અને તેનું ચિત્ત વિશુદ્ધ થયું. “આપણે વિદ્યાથી છીએ એવી ભાવના સાથે હૈસ્ટેલમાં સાથે રહેતા. યુવકોમાં ભ્રાતૃભાવ અને ચારિત્રયશુદ્ધિ જેવાં વિકાસ પામે છે તેવાં જ, પણ વિશેષ પવિત્ર વાતાવરણને લીધે વધારે ઉત્કટ સ્વરૂપમાં તેમાં પણ પ્રકટ થયાં. પછી ગુરુએ તેમને પૂછયું કે “૩૨ વર્ષથી તમે બંને મને સે છો તે તમારી શી ઇચ્છા છે ?” તેઓએ જવાબ દીધો કે જે આત્માને ઓળખ્યાથી સર્વ લોકોની પ્રાપ્તિ અને સર્વ કામનાની સિદ્ધિ થાય છે તે આત્માને અમે ઓળખવા માગીએ છીએ.” પ્રજાપતિએ જવાબ દીધો “આંખમાં જે આ પુરુષ દેખાય છે તે આત્મા છે. એ અમૃત છે, એ અભય છે, એ બ્રહ્મ છે.” શિષ્યોએ પૂછયું કે “ પાણીની અંદર અથવા અરીસાની અંદર જે દેખાય છે તેજ પુરુષ કેની ?” ગુરુએ હા ભણી, અને બંને શિષ્યો પિતાને આત્મજ્ઞાન મળી ચૂક્યું એ વિચારથી સંતોષ પામ્યા.
પછી ગુએ તેમને કહ્યું કે, જળના કુંડામાં તમે આત્માને નીરખે અને પછી કંઈ, આત્મા વિષે ન જાણે તો મને કહે ! તે વખતના ગુરુને ધર્મ માત્ર ભાષણ આપવાનો નહોતો. ઘઉં જેમ ગુણમાં ઠાંસી ઠાંસીને ભરવામાં આવે તેમ જ્ઞાન ઠાંસી ઠાંસીને શિષ્યના મગજમાં ભરવું એવો શિક્ષણને ઉદ્દેશ નહોતો. પરીક્ષા સુધી એ જ્ઞાન જ્યાં ત્યાં શિષ્યના મગજમાં રહે, અને પછી એ જ્ઞાન સામટું વેરાઈ જાય તે હરકત નહિ એવી શિક્ષકની કે શિષ્યની ભાવના નહતી. જ્ઞાનને ભાર ભરો એ શિક્ષકને આદર્શ નહતો; પણ આત્માની ઉન્નતિ કરવી, પરમ સત્યને સાક્ષાત્કાર કરો, જે સત્ય એક વાર પ્રત્યક્ષ થયા પછી કદી અપ્રત્યક્ષ થાય નહિ એ સત્ય પ્રકટ કરવું એ આવા શિક્ષણનું ધ્યેય હતું. આ કારણથી
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat