________________
ઉપનિષદને એક પ્રસંગ
- ૪૬૩ યહાં દૌડ ગયા. મંગલ ને આ કર જબ પાર્વતી કી દશા દેખી તે પછાડ ખા કર ગિર ગયા. રોતે-રોતે ઉસને મુનૂ સે ગદાધર કા પાવિક અત્યાચાર ઔર ગોપીકાન્ત કી ઉદારતા કા સારા હાલ કહ સુનાયા.
મુન્ મંગલ કી બાતેં સુન કર વ્યાકુલ હે ઉઠા. મંગલ કે ગલે સે લિપટ કર રતે ઉસને કહા–મંગલ ચાચા ! તુમ લોગ ને મુઝે ધોખે મેં રકખા ? દીદી ને મુઝ સે સચ્ચા સચ્ચા હાલ કર્યો ન બતાયા ચાચા ? હાય ! આજ મેં અપની દીદી કા હત્યારા હો ગયા, ચાચા !
મંગલ ને મુનૂ કે સાંત્વના દેતે હુયે કહા-ચુપ રહે, મુન્ ! તુમ્હારી દીદી સ્વર્ગ કી દેવી થી. ઇસ કાલી દુનિયા મેં ઉસકે યોગ્ય સ્થાન નહીં હૈ.
(ફેબ્રુઆરી-૧૯૩૧ ના “ચેંદ”માંથી)
८७-उपनिषद्नो एक प्रसंग
(વ્યાખ્યાતા-શ્રીયુત મોહનલાલ પાર્વતીશંકર દવે-સુરત.)
સૃષ્ટિના સનાતન સત્યને સાક્ષાત્કાર કરનારી નિર્મલ આર્ષ દષ્ટિ, તેમજ બુદ્ધિ અને નીતિના પરમ ઉત્કર્ષને પામેલી પ્રાચીન સભ્યતાની સચોટ છાપ જેના પર પડેલી છે એવા ઉપનિષદ્ ગ્રંથમાં ભવ્ય, ગંભીર, રમણીય અને આકર્ષક પ્રસંગે અનેક છે, અને એ વિશાળ સાહિત્યમાંથી એક નાનકડા વ્યાખ્યાનપૂરતા પ્રસંગ શોધી કાઢવાનું કામ દોહ્યલું છે. વળી હાલના સમય અને સ્થિતિને સંપૂર્ણ ધ્યાનમાં રાખીને હું તમારા પૈર્યની કસોટી કરવા માગતો નથી. ઉપનિષદોના વિશાળ રત્નાકરમાંથી એકજ રત્ન હું આજે આપની આગળ ધરીશ.
છાન્દોગ્ય અને બૃહદારણ્યક એ બે ઉપનિષદો મોટો છે. માત્ર કદને લીધે જ નહિ, પણ તેની પ્રાચીનતા તેમજ તેના અંતસ્તત્વને લીધે તે જનહદયને આકર્ષી રહ્યાં છે અને વિશેષ મહત્તાવાળાં ગણાયાં છે. એ બન્ને ઉપનિષદોમાં મારે કહેવા જેવા અને આપણે જાણવા જેવા અદ્દભુત પ્રસંગે અનેક છે, પણ વિશેષ લાભ ન રાખતાં એમાંના છાન્દોગ્યમાંથી એકજ પ્રસંગ લઈને હું આજે સંતેષ માનીશ. | છાન્દોગ્ય ઉપનિષદના આઠમા અધ્યાયના સાતમા ખંડમાં ઇન્દ્ર અને વિરેચનની આખ્યાયિકા આપવામાં આવી છે. મનુષ્યના અંતરમાં તેવાજ બહારની સૃષ્ટિમાં ચાલી રહેલા દેવ અને અસુરના
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat