________________
૪૭૨
શુભસંગ્રહું-ભાગ ૭ મા
૮૧–મારો અન્નવાતા !
(એકાંકી નાટક)
(લેખકઃ-શ્રી. ખાદીભક્ત) પ્રવેશ ૧ લેા.
(સીતા રેંટિયા પર સૂતર કાંતી રહી છે: તેને પતિ શાંતિલાલ 'હાશ' 'હાશ' કરતા ધરમાં દાખલ થાય છે.) શાંતિલાલ—(જ્યાંના ત્યાં થંભી જઇને) એહ ! આ શું? ક્યાંથી આણી ઘરમાં આ ખલા ? વાહ ગાંધી ! વાહ ! આ બૈરીનું ભેજું પણ તે' ફેરવી નાખ્યું. (સીતાને ઉદ્દેશીને) એ, ક્યાંથી આણી આ લપ ? કાણે ઠસાવ્યું તારા મગજમાં આ ભૂત?
છે?
સીતા—(ઉડીને કપડાં ઠીક કરતી કરતી) સ્વામીનાથ ! આ શુ? આવું તે શું ખેાલતા હશેા ? રેટીએ એ કાંઈ ખન્ના શ્રીકૃષ્ણ પરમાત્માને જેવું સુદર્શન ચક્ર તેવું આપણે આ શરીરરક્ષા કરનાર ચક્ર છે. વહાલા ! જુએ તા ખરા ! એમાંથી કેવુ સુંદર સૂતર નીકળે છે. કાંતી બતાવુ ? (નીચે બેસી સૂતર કાંતે છે.) ભાઇખીજની ભેટ દાખલ, આ સદાકાળ ચીર પૂરનારા રેંટીએ મારા મેાટાભાઈએ ખાસ હેતથી મેાકલાવ્યા છે. જીએ તે ખરા, કેવા સરસ એ કરે છે ! કેવા મીઠે ગુજારવ કરે છે! નીચે બેસીને જરા જુઓ તે ખરા. આવી સરસ સૌભાગ્ય—વસ્તુ ધરમાં આવી અને તેના પ્રત્યે આમ દ્વેષની દૃષ્ટિએ કાં જુએ છે, નાથ ! શાંતિલાલ-(જરા ગુસ્સાથી) આ સૌભાગ્ય ! આ સૌભાગ્ય !! ગાંડી ! ધરમાં આ બલા જોઇને કાઈ સાહેબના કાન `કશે તે તેનુ પરિણામ શું આવશે તે કાંઇ ખબર છે ? ઉપાડ તારૂં એ સૌભાગ્ય અને ફેંકી દે રસ્તા પર કચરાની પેટીમાં ! હજીયે આવી ને આવીજ રહી. માણસે એટલા તે વિચાર કરવા જોઇએ કે આપણે શુ કરીએ છીએ અને તેનુ પરિણામ શું આવશે? કાલ સવારે નાકરી વગરના થઇને બેકાર રખડવાના વખત આવશે ત્યારે ખબર પડશે! પણ તારે શું? મઝાનું પગ પર પગ ચડાવીને બેઠે બેઠે મળે છે એટલે પછી આવા ઢંગજ સૂઝે ને ? ઉપર અધિકારીઓના હુકમ ઉઠાવતાં ઉઠાવતાં અમારે તે નાકે દમ આવે છે તેની ક ંઇ ખબર છે? એ પ્રભુ ! એ ઇશ્વર !! (માથા પરના ફેટા પલંગપર નાખી, કાટનાં બટન કાઢતાં કાઢતાં આરામખુરશી પર પડે છે.) કુવા કશ આ ‘કરકર' ‘કરકર’ અવાજ ! મારા તા કાન બહેરા થઈ ગયા. ધડી બે ઘડી આરામ લેવા ધેર આવીએ ત્યારે આ આવું નાટક ! હવે તે ક્યાં નાસી જવું ! (સીતાને) હવે ખધ કરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com