________________
vvvvvvvvvvvvvv *--*-
v
v
'
,
w
સહેજ પણ તમને એ બહાને
મરણપથારીએથી
૪૭૧ શું ? “ તું તારી બાને આમ ભરાવ્યું ને તેમ ભરાવ્યું, આ ન લાવી ને તે ન લાવી” કહી મને સાસુજીએ ઉધડીજ લીધી. ગાળો. ભાંડી અને તમે પાષાણ હૃદયના હદયધરે (!) તે......એક જંગલી પણ શરમાય તેવી કરપીણ રીતે ઢોરની પેઠે મારી ! એ દિવસ હજુ મને યાદ છે. આખી રાત મેં આંસુ સારી વીતાવી. એ દિવસથીજ જીવને પલટે ખાધે. જીવન અકારું થઈ પડયું ! આપઘાત તે ન થઈ શક્યો, પણ અસહ્ય ચિંતામાં ને ચિંતામાં ભયંકર ક્ષયના પંજામાં હું સપડાઈ. એ પ્રિય ક્ષય આજે મને આ દુઃખદ સ્થિતિમાંથી મુક્ત કરે છે.
તમે મારે માટે સહેજ પણ સ્નેહ, સહેજ પણ લાગણું, અરે સહેજ પણ દયા બતાવી હોય તો હું તમારે માટે શું શું ન કરત? સંસારે તે તમને આ દેહના માલીક બનાવ્યા હતા, પણ હું તો તમને મારા હૃદયને સિંહાસને બેસાડી આ ભૂમિ ઉપર દુર્લભ એવું સ્વર્ગસુખ ચખાડત. તમારા સુખને અર્થે મારા પ્રાણ પાથરત. તમે મને મારું હેત વ્યક્ત કરવા એક પણ સુપ્રસંગ કે અનુકૂળ સંગ આયો હોત તો આ જીવનજ મેક્ષ મેળવી આપત; પણ તમારે હૃદયજ ક્યાં હતું ? તમે તમારું પોતાનું કોણ જાણે પણ મારૂં જીવન તે હતાશ કર્યું, નષ્ટ કર્યું છે; એક અણખીલી પુષ્પકળીને તમે છુંદી, કચડી નાખી છે.
કઈ દિવસ તમે સ્વાર્થ સિવાય બીજી વાત કરી છે? કોઈ વખત પણ પત્નીની તબિયતની તપાસ કરી છે? તમારા ખાધા પછી ધાન વધે છે કે ઢેફાં તેની ખબર કાઢી છે? કઈ દિવસ પણ વાર્તાવિનોદ કે આનંદ માણવાને વિચાર સરખો કર્યો છે ? શાને કરો ? પિતાનો સ્વાર્થ સધાયો એટલે બસ. હશે ! હવે તમે તમારે રસ્તે ને હું મારે. એક વખત તો દુષ્ટ વિધિએ તમારી સાથે પાનું પાડયું; પણ હવે બીજા ભવમાં તો તમારે પડછાયો પણ ન પડજે,
અસલની સતીઓ “ભવોભવ એ પતિ માગતી; હું તો નથી માગતી. પણ પતિરાજ! હવે તમારી બીજી એવું માગે એવા તમે થાઓ એટલું પછી જ્યાં આવાં પાશવબંધને નથી તેવા પ્રદેશમાં - જાઉં છું. આ ભવમાં તમારે પાને પડેલી દુખિયારી.
...ના સપ્રેમ વંદન (શ્રાવણ–૧૯૮૬ના “જાગૃતિ'માંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com