________________
AAwE
સાચે અન્નદાતા !
૪૭૭ છે કે નહિ તારે એ રેટિયો કે ઉપાડીને ફેંકી દઉં ગટરમાં?
સીતા-વહાલા, આજે તમને આ શું થયું છે? વિનાકારણ આમ આજે નારાજ કેમ થાઓ છો ? આટલી આ પુણી ખલાસ થાય એટલે બંધ કરૂં છું. એકાદ વખત ફેરવી જુઓ તો એની મઝા ખબર પડશે, પછી તે કલાકોના કલાકો ત્યાંથી ઉઠવાનું મનજ નહિ થાય, ચલાવી જુવો એ !
શાંતિલાલ-કહ્યું નહિ એક વાર કે એક બાજુ ફેંકી દે ! મારાથી સહન નથી થતો તેને કર્કશ અવાજ. ( સીતાનું કાંતવું ચાલુ જ છે.) તું એમ નહિ માને, એ ફેકી જ દેવો પડશે. (રંટીઓ ઉપાડી રસ્તા પર ફેંકી દે છે.)
સીતા-તમને આમ કરવું શેભે છે કે ? મારા ભાઈએ કેટલા પ્રેમથી ભાઈબીજની ભેટતરીકે આપ્યો અને......
- શાંતિલાલ–હા, હા, શોભે છે–શોભે. તારા ભાઈએ મોટા પ્રેમથી આપ્યો-મારી છાતી ઉપર બેસવા માટે, મારે રોટલો ટાળવા માટે ! અક્કલ વગરને તારા એ ભાઈ ! ધંધા-રોજગાર કરવાનું મૂકયું પડતું અને ત્રણ પૈસાની ધોળી ટોપી ઓઢીને મંયા સામે ગામ ભટકવા. જાણે મોટા દેશભક્ત ! કોઈ ભાવ તો પૂછતું નથી અને મંડયા દેશભક્તિનાં મેટાં ગપ્પાં મારવા. તને પિયર મોકલવીજ નહાતી જોઇતી. પ્રભુ જાણે આ રાજદ્રોહી ટાળી શું કરશે ? તેની તે છાયામાં ઉભા રહેવામાં પણ ભય છે. ક્યારેક કાયમને રોટલ ટળી જવાને ! કેમ જ્યાંની ત્યાંજ થંભી ગઈ ! આજે કાંઈ ચહાપાણી કરી દેવાં છે કે નહિ ?
સીતા-ગરમ ગરમ દૂધ લાવું ? ગાવિંદ દૂધવાળાને આજથી કહ્યું છે કે અરધો શેર દૂધ વધારે લાવે. એક તે પહેલેથી જ પ્રકૃતિ આટલી ગરમ અને તેમાં આ ધામ ઉનાળે ! એટલે મને થયું કે આજથી ચહા બંધ કરીને દહીં, દૂધ, છાશજ ખવરાવું તેથી તબિયત પણ કાંઈક સુધરશે. લાવું કે દૂધ ? પ્રાઇમસ......
શાંતિલાલ-(આશ્ચર્યથી ડેળા તાણુને) શું ? શું કહે છે તું ? ચહા બંધ ? હા, હા તેં મને પજવવાની પદ્ધતિસર પ્રયત્નજ ચાલુ કર્યો છે.
સીતા–(શાંતિલાલના મોઢા ઉપર હાથ દઈને) આ શું? જ્યારે ને ત્યારે આવું અશુભ જ બલવાનું ? એ મા જગદંબા !
શાંતિલાલ–તપી જઈને). “કૃપા કર અને આ ધણીને જગતમાંથી ઉપાડી લે” એમ ને ? બોલ ! બોલ ! !
સીતા-(દીન બની જઈ) એ નાથ ! આ તે તમે શું બેલો છો ? મારાથી સાંભળ્યું નથી જતું-હદય ચીરાઈ જાય છે. મારા સમ છે જરા શાંત થાઓ ! દૂધ લાવું છું. (જાય છે.)
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat