________________
શુભસંગ્રહ-ભાગ ૭ મે સંગ્રામ આપણું પ્રાચીન ધર્મગ્રંથોના વાંચનારને પરિચિત છે. ઉપનિષદમાં જ નહિ, પણ તેની પણ પહેલાંના બ્રાહ્મણોમાં પણ એ દેવાસુરના સંગ્રામ વિષે સ્થળે સ્થળે ઉલ્લેખ કરવામાં આવેલા આપણે જોઈએ છીએ. એ દેવો અને અસુરે તે કોણ?–એ પ્રશ્ન પૂર્વના તેમજ પશ્ચિમના આધુનિક વિદ્વાનને માટે વિસ્તૃત ચર્ચાને વિષય થઈ પડયો છે. એ ચર્ચામાં હું આ સ્થળે નહિ ઉતરું, કારણ કે આજના પ્રસંગને માટે એ જરૂરનું નથી. અત્રે તો એટલું જ કહેવું બસ થશે કે, દેવ અને અસુર બને અત્યંત બળવાન હતા અને સત્તા મેળવવાને માટે બનેની વચ્ચે ભારે સ્પર્ધા સતત ચાલ્યા કરતી. એક વખત એવું બન્યું કે પ્રજાપતિએ નીચે પ્રમાણે વચન ઉચાર્યા –
પાપથી તદ્દન નિર્લિપ્ત, ઘડપણ વિનાને, મૃત્યુ વિનાને, શેક વિનાને, ભૂખ વિનાને, તરસ વિનાને, સાયકામ અને સત્યસંકલ્પ એવો જે આત્મા તેને શોધ જોઈએ, તેને ઓળખ જોઈએ. જે એ આત્માને શોધે છે અને ઓળખે છે તે સઘળા લોકને પ્રાપ્ત કરે છે, તેની સઘળી કામનાઓ સફળ થાય છે.”
પ્રજાપતિનાં આ વચનની ખબર પડતાં દેવ અને અસુરો બન્ને એ તરફ આકર્ષાયા. સઘળા લોકની પ્રાપ્તિ થાય–જુદા જુદા લોક આપણા તાબામાં આવે-આપણી સત્તાનું ક્ષેત્ર વિશેષ ને વિશેષ મેટું થાય-અનેક મુલકે આ લોકના તેમજ ઇતર લોકના આપણું તાબામાં આવે-તેમના પર અનુગ્રહ કર કે દમનનીતિ વાપરવી, તેમને સ્વાતંત્ર્ય બક્ષવું કે ગુલામગીરીમાં રાખવા એ સઘળું આપણું હાથમાં અને તેની સાથે આપણી સઘળી કામનાઓ તૃપ્ત થાય, આપણે ધનમાં આળોટીએ, આપણે વિવિધ પ્રકારના ભોગ ભોગવીએ, અને મઝા માણુએ એવું ફળ જે જ્ઞાન વડે મળે તેની અભિલાષા કોને ન થાય ? આથી દેવ અને અસુરો બન્ને એ જ્ઞાન તરફ ખેંચાયા. પરિણામે દેના અધિપતિ ઈદ્ર અને અસુરોના અધિપતિ વિરાચન એ બન્ને સર્વ લોકની પ્રાપ્તિ અને સર્વ કામનાની તૃપ્તિ આપનારા આ આત્મજ્ઞાનને માટે પ્રજાપતિ પાસે આવ્યા. બન્ને શિષ્યો એકજ ગુની પાસે જતા હતા, છતાં બન્નેના હૃદયમાં પરસ્પર ઈર્ષાને ભાવ હતો. પરમ સત્તાની પ્રાપ્તિ કરાવનારો એ આત્મજ્ઞાનને ઉપદેશ મને એકલાને મળે અને મારા જોડિયાને ન મળે એમ એ બન્નેના મનમાં હતું. એટલે બંને છૂટા છૂટાજ ગુરુની પાસે આવ્યા.
પિકટિંગ કે બીજું કાઈ વિઠન નડે એમ નહોતું એટલે બને નિર્વિદને ગુરુના સમીપ આવી પહોંચ્યા. ધ્યાનમાં રાખવાનું છે કે, બંને સત્તાધીશ મહારાજાઓ હતા, અત્યંત વૈભવવાળા હતા, વિવિધ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat