________________
ઉપનિષદને એક પ્રસંગ હોય છે ત્યારે આત્મા પણ એવો જ દેખાય છે, શરીરમાં અંધતા હોય તે એ પણ અંધ દેખાય છે. શરીર લંગડું હોય તો એ પણ લંગડે દેખાય છે. શરીર જ્યારે નાશ પામશે ત્યારે એ પણ નાશ પામશેઅર્થાત એ આત્મા તે વિનાશી છે. એવા જ્ઞાનમાં મારી નજરે ઈચ્છેલું ફળ જણાતું નથી. આ વિચારથી હાથમાં સમિધ લઈને ફરીથી એ પ્રજાપતિ પાસે આવ્યા અને પોતાની મુશ્કેલી જાહેર કરી.
ગુરુએ કહ્યું: “બીજાં ૩૨ વર્ષ અહીં રહે, પછી હું બોધ કરીશ.” એ સમય વીત્યે ગુરુએ કહ્યું –“જે સ્વપ્નમાં પૂજાતે પૂજાતો વિચરે છે (અર્થાત જે સ્વપ્નના અનેક પ્રકારના ભોગ ભોગવે છે) તે આત્મા છે, તે અમૃત છે, તે અભય છે, તે બ્રહ્મ છે.” આ વચને સાંભળી દેવાધિપતિ ઈદ્ર સ્વસ્થ હૃદયે પાછા વળ્યા. પણ ઘેર સુધી પહોંચે ત્યાર પહેલાં એને પાછી મુશ્કેલી જણાઇ, અને તે આ હતીઃ-છાયાત્માની પેઠે આ સ્વપ્નાત્મા શરીરના વધાદિકથી હણાતે કે વિકૃતિ પામતું નથી એ ખરું, પણ એને પણ કઈ હણતું હોય, કેઈ દોડાવતું હોય એવું થાય છે, એને પણ અપ્રિયનું ભાન થાય છે, અને કદાચ રડવા જેવું પણ થાય છે. માટે એ સ્વપ્નાત્માના જ્ઞાનમાં હું કંઈ ઈચ્છેલું ફળ જોઈ શકતા નથી.
ગુરુએ કહ્યું –બીજા ૩૨ વર્ષ થેભ, પછી હું બંધ કરીશ.” એ સમય વીત્યે ગુરુએ કહ્યું- જ્યારે એ ઘસઘસાટ ઊંઘે છે, અને સંપ્રસન્ન હાઈ સ્વનિદર્શન કરતા નથી ત્યારે એ આત્મા છે, એ અમૃત છે, એ અભય છે, એ બ્રહ્મ છે. આ ઉપદેશ સાંભળી દેવાધિપતિ પાછા સ્વસ્થ હદયે વિદાય થયા, પણ પાછી એને શંકા ઉઠી કે “એ સુષુતિની સ્થિતિમાં એ આત્મા પિતાને “આ હું છું” એમ પણ જાણતો નથી, અને અન્ય પદાર્થોને પણ નથી જાણતો. એવી રીતે જ્ઞાનના અભાવથી એ વિનાશ પામેલા જેવો છે, તેથી હું એ સુષુપ્તિ પામેલાના જ્ઞાનમાં મારું ઈચ્છેલું ફળ જોતો નથી.
ફરી પાછો હાથમાં સમિધ લઈને એ પ્રજાપતિ પાસે આવ્યો અને પિતાની મુશ્કેલી કહી સંભળાવી. પ્રજાપતિએ એને બીજાં પાંચ વર્ષ થોભવા કહ્યું. એ પ્રમાણે ૧૦૧ વર્ષને અંતે પ્રજાપતિએ પરમાત્માના શુદ્ધ સ્વરૂપ વિષેનું પરમ રહસ્ય એને સમજાવ્યું.
સત્ય અને તપનું જેમાં પ્રાધાન્ય છે એવી હાલની સત્યાગ્રહની ચળવળને હું વિરોધી નથી, છતાં દીર્ઘકાળ સુધીનાં તપ આદરીને તથા બ્રહ્મચર્ય સેવીને ચિત્તની શુદ્ધિ, ક્રમે ક્રમે પ્રાપ્ત કરતાં છેવટે જેમણે પરમ સત્યને સાક્ષાત્કાર કર્યો એવા દેવાધિદેવ ઈન્દ્રની આ
ખ્યાયિકા જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે એમ થયા વિના નથી રહેતું કે “સત્યનો સાચો આગ્રહ, ખરેખર સત્યાગ્રહ તે એજ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com