________________
૪૪૨
શુભસંગ્રહ–ભાગ ૭ મે રમતમાં બાળક જેવો છે. તેની કલ્પનાને બંધ નથી, તેના રસમાં દોષ નથી, શૃંગાર બીભત્સ થતો નથી કે હાસ્યકટાક્ષ ટીખળી બનતાં નથી. તેનાં આખ્યાનો અદ્ભુત છે, પણ તે “ શિલિંગ શેર ” કે “હેપેની”ના ધડાકા જેવા નહિ. પ્રેમાનંદની સ્ત્રીઓ ખરાવાદી છે. ઘરસંસારમાં રચીપચી તોય બેધડક બોલતી, ધણીને ધમકાવતી કે લાડ કરતી પિતાના નાના ઘરમાં રાણી જેવી સ્વતંત્ર છે. એ આપણા સાહિત્યની આદર્શ કલ્પના છે. મનનું ધાર્યું કરવાનો તેમને હઠાગ્રહ અજબ છે. યુવાને શુરવીર છે, આદર્શઘેલા છે, રસિક છે, સાહસિક છે; પુરુષે મુત્સદી છે, કવચિત કપટી હશે, પણ નિખાલસ છે. તેનાં પાત્રો સીધા રસ્તામાં છે. સદગુણું સત્યને રસ્તે, દુર્ગુણ કપટની વાતે, આઘુંપાછું જોયા વિના એકશ્વાસે ચાલ્યાં જાય છે. આખ્યાનોમાં પ્રસંગે પણ ચાલતા વરઘોડા જેવા ગોઠવાયા છે.
નરસિંહ મહેતાથી માંડી દયારામ સુધીના ભક્ત કવિઓના દોષ એકજ પ્રકારના છે. ગુણ અને દોષ પ્રેમાનંદમાં વધારે તારી આવે છે, અતિશયોક્તિ એ મોટી ખામી છે. રસોઈનું વર્ણન હોય તે કઈ જગન્નાથના અન્નકૂટનું વર્ણન કરવું; સ્ત્રીના શણગાર વર્ણવાતા હોય તે કેમ જાણે સંગ્રહસ્થાનમાં ચિઠ્ઠી ચોઢી મૂકેલાં ઘરેણું ગણાવાતાં ન હોય એમ લાગે. એમાં જ્ઞાનની વિશાળતા હશે, પણ કળાનો અક્ષમ્ય દોષ છે. મોટા વનનું વર્ણન કઈ સુંદર બાગના વર્ણન જેવું કર્યું છે. અત્તરના હૈજ કરતાં એક મુંદ વધારે મોહિત કરે. કોણ કહેશે કે નીચલું ચિત્ર ભયંકર વનનું છે!
“ વૃક્ષ વારૂ ચારેળીનાં ચંદન ચંપા અનેક; નાના વિધનાં પુષ્પને ભારે, વળી રહ્યાં છે વંક. મોગરો મરડાઈ રહ્યા ને, મગ્ન અરણી ને અરેઠી. કદલિ થંભ શોભે અતિ સુંદર, સાકર સરખી શેલડી; લવિંગ લતા ને લિંબુ લલિત વળી,વિરાજે વૃક્ષ વેલડી. નાળીએરી નારંગી નૌતમ, નીચાં નમ્યાં બહુ નેત્ર; ફેફળિ ફાલસિ સુંદર દીસે, ખજૂર ખારેકનાં ક્ષેત્ર. પીપળા પીપળી વડ ને ગુલર, દાડમડી ને પલાશ;
અશ્વથી ઉતરી નળ રાજાયે, વન નીરખું પાસ.” પ્રેમાનંદે પ્રભુભજન કરવાનું પણ લીધું હતું. કાળની ઘડી બે ઘડી જેવા કોઈ માણસની મોટાઈ તેને ગાવી પસંદ નહોતી; છતાંય તે મહાવિભૂતિઓની ભસ્મરેખા કરી લેવા ચૂક્યો નથી. નરસિંહ મહેતાને સાહિત્યમાં અણઅગ્રે સ્થાન આપનાર પ્રેમાનંદજ છે. નરસિંહ મહેતાની ભક્તિ અને કંગાળ પણ અભુત જીવન તેને મન
અલૌકિક વસી રહ્યું હતું. મહેતાને તે પક્ષપાતી છે. શાતિરિવાજ વચ્ચે તરફડતા મહેતાનું જીવન તે ખમી શકતો નથી. તેની સહન
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat