________________
૪૪૪
શુભસંગ્રહ-ભાગ ૭ મે ८५-अमेरिकामां निरक्षरता टाळवाना
भगीरथ प्रयत्नो
(લેખક:-શ્રી. ગોપાલરાવ ગ. વિક્રાંસ) મિસિસ કેરા વિલ્સન સ્ટીવાટે કેન્ટક્કીના રોવાન તાલુકામાં, તાલુકા કેળવણુ ખાતાની સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ૧૯૧૧ માં કામ કરતી હતી. આટલા તાજેતરમાં પણ એ પ્રદેશમાં આવી જાતની પદવીએ સ્ત્રીએ હોવું એ અસાધારણ બીના હતી. કેરાના પિતા લશ્કરની નેકરીમાં હતા, તેમજ તેના મેસાળનાં બધાં પણ એજ રીતે યુનિયન લશ્કરમાં લડયાં હતાં. આ કારણે તેમજ પિતાની યેગ્યતાને પ્રતાપે આ સ્થાનને માટે તે ચૂંટાઈ હતી, એટલું જ નહિ પરંતુ ત્યાંને કઈ પણ પુરુષ આ સ્ત્રીની આ ઉમેદવારી સામે ટકી શકે તેમ નહોતું.
આ કાળે રવાના તાલુકામાં એક ઓરડાવાળી સ્ત્રી શિક્ષિકાઓથી ચાલતી ૫૦ શાળાઓ હતી. કેઈનું મકાન લાકડાનાં પાટિયાંનું બનાવેલું હતું, કોઈને પડખે લાદી ઉભી કરેલી હતી તો કેટલાંક મકાને પાકી બાંધણનાં હતાં. શરૂઆતના કાળમાં આ શાળાઓને “બાર્ક લોગ કોલેજ' કહેતા. ઘણા મોટા પુરુષો અને સ્ત્રીઓ. આવી કોલેજમાં જ ભણેલાં હતાં–અર્થાત આવીજ શાળામાંથી કોઈ મહાન વિચારને ઉદ્ભવ થાય છે તેમાં આશ્ચર્ય નહોતું.
એક દિવસ આ તાલુકાની કેળવણું ખાતાના સુપ્રિન્ટેન્ડન્ટની ઍફીસમાં એક બાઈ આવી ચઢી. તેના હાથમાં એક કાગળ હતો. મિસિસ ટીવાર્ટને પત્ર આપતાં આપતાં તે બાઈએ કહ્યું: “આ કાગળ મારી દીકરીને લાગે છે. દૂર શહેરમાં રહે છે તેણે લખે હશે. બહેન! જરા વાંચી આપશે ?”
આવું દરેક અઠવાડિયે બનતું. પેલી વૃદ્ધ સ્ત્રીને ઘણાં છોકરાં હતાં. તે પૈકી આ કાગળ લખનારી તેની એકજ દીકરીને લખતાં વાંચતાં આવડતું હતું. દીકરી પિતાનું જ્ઞાન માતાને કાગળ લખવામાં કાયમ વાપરતી. વૃદ્ધાને આ વાતનું અભિમાન હતું, પરંતુ ખુબી એ હતી કે, આખા કુટુંબમાં અન્ય કોઈને વાંચતાં લખતાં આવડતું નથી, એ વાત તે કોઈને જણાવવા માગતી નહોતી. તેથી માત્ર મિસિસ ટીવાટ પાસેજ તે પિતાના પત્રો વંચાવવા કાયમ આવતી.
બે ત્રણ મહિના આમ વીત્યા પછી એક વખત પેલી બાઈ ફેડેલો કાગળ લઈને મિસિસ સ્ટીવાર્ટ પાસે આવી. મિસિસ સ્ટીવાર્ટને આથી નવાઈ લાગી. તેણે પૂછ્યું: “તમારે મારી પાસે કાગળ વંચાવવાનું હવે માંડી વાળવાને વિચાર છે? કે કોઈ બીજુ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat