________________
અમેરિકામાં નિરક્ષરતા ટાળવાના ભગીરથ પ્રયત્ન ૪૪૫ વાંચનારૂં મળી આવ્યું છે?”
“ ના બહેન! એમ નથી. મારે મારી મેળે વાંચતાં શીખવું છે. મારી દીકરીના કાગળ હું વાંચી ન શકું એ મને ગમતું નથી, એટલે મેં એક ભણવાનીચે પડી ખરીદીને જાતે વાંચવાનું-ભણવાનું શરૂ કર્યું છે.”
અને ખરેખર વાત સાચી હતી.
તેજ દિવસે એક બીજે વૃદ્ધ પુરુષ મિસિસ સ્ટીવાર્ટ પાસે કાંઈ કામપ્રસંગે આવ્યો. તેણે સારાં કપડાં પહેર્યા હતાં–ગામડીઆએ ક્યાંક જતી વખતે નવાં લૂગડાં પહેરે તેવી રીતે. મિસિસ સ્ટીવાર્ટ કામમાં હતી એટલે પોતે જરા નવરી થાય ત્યાંસુધી તેણે પેલા વૃદ્ધને બે પુસ્તક વાંચવા માટે કાઢી આપ્યાં ને રાહ જેવા કહ્યું.
પેલા વૃકે પુસ્તક લીધાં અને બાળકની પેઠે નીરસતાથી જરા વારમાં પુસ્તકોનાં પાનાં ફેરવી તે બાજુએ મૂક્યાં.
કેમ ? એ પુસ્તકો નથી ગમતાં? લ્યો બીજાં આપું.” મિસિસ સ્ટીવાર્ટે કહ્યું.
“ના બહેન, મને વાંચતાં નથી આવડતું.” કહેતાં કહેતાં વૃદ્ધના મુખ ઉપર શરમના શેરડા પડયા.
એક વખત દૂરની ગામડાની એક શાળામાં મેળાવડો હતો. ઘણા પ્રેક્ષકોની પેઠે મિસિસ રીવાટે પણ ત્યાં પ્રેક્ષક તરીકે ગઈ હતી. જલસે બહુ સરસ જામ્યો હતો. એક પછી એક વ્યક્તિપુરુષ કે સ્ત્રી-પોતપોતાની ગાવાની ને નાચવાની કળા વગેરે બતાવ્યું જતાં હતાં અને દરેકને અંતે તાળીઓના ગડગડાટ ચાલુ હતા. આમાં એક લોકગીત ગાનારનો વારો આવ્યો. તેના કાવ્યના શબ્દની ગોઠવણ અને રસની જમાવટથી સૌ છકક થઈ ગયાં. મિસિસ ટીવાટને પણ એ કાવ્ય અતિશય ગમી ગયું.
ગાન પૂરું થતાંજ તેણે ઉભાં થઈ પિલા જુવાન ગાનાર પાસે જઈને કહ્યું: “ મને આ ગીત ઉતારી આપશો ? મારે તે છાપામાં છપાવવું છે. ”
“બહેન! મને લખતાંજ આવડતું નથી.” પેલાએ જવાબ આપ્યોઃ “આના કરતાં ઘણું સરસ એવાં બીજા કેટલાંયે ગીત મેં બનાવ્યાં હતાં, પરંતુ કઈ લખી લેનાર મળ્યું નહિ અને હું ભૂલી ગયો. આજે મને તેમાંનું એકે સાંભરતું નથી.”
ઘેર પાછા ફરતાં મિસિસ સ્ટીવા આખે રસ્તે આજ વિચારે ચડી. રસ્તે ગાડીવાન તેની સાથે બોલવાને ઘણુંય કરતો હતો, પરંતુ તે તેની સાથે એક પણ અક્ષર બાલી નહિ. રાતના પ્રસંગે તેને વિચારવમળે ચડાવીઃ “પેલી વૃદ્ધા બાઈ, પેલો ઘરડો માણસ, આ જુવાન ઉછળતો કવિ-એકેને લખતાં કે વાંચતાં આવડતું નથી !
શુ. ૩૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Www.umaragyanbhandar.com