________________
શુભસંગ્રહ-ભાગ ૭ મે આમાં અન્યાય છે. એવા આંખે અંધ હોય એમને ઑપરેશન કરી હું દેખતા કરૂં તો તે મારે ધર્મ નહિ? તેઓને આ અજ્ઞાનને એક અંધાપજ નથી શું ? તેમનાં જ્ઞાનચક્ષુ હું ઉઘાડી ન શકું? મને તે કરતાં ક્યાં નથી આવડતું?”
આકાશમાં સામે ચંદ્ર ઉગ્યો. તેનાં સફેદ કિરણોએ જાણે તેના દિલમાં નો પ્રકાશ નાખે. ચંદ્ર સામે તે અનિમિષ નેત્રે જોઈ રહી. એકાએક જાણે તેને સૂઝયું: “ ભોક્તા કરતાં દાતા થવામાં વધારે મેટ ધર્મ નથી ?” આખે રસ્તે તેને આ વિચારે આનંદમગ્ન કરી દીધી. આ વિચાર તેને ક્યાંથી સૂઝયો તે તેને સમજાયું નહિપરંતુ તેના દિલને ભાર જાણે કે એાછો થયો. | તાલુકાની ૫૦ શિક્ષિકાઓની તે પછીની પહેલીજ બેઠકમાં મિસિસ સ્ટીવાટે પિતાની યોજના રજૂ કરી. પેજના સંબંધે ઘણો વિચાર કરી તેણે તે તૈયાર કરી હતી. તેની યોજના રીવાન તાલુકાના એકે એક માણસને લખતાં વાંચતાં કરી દેવાની હતી. તેણે પાયું હતું કે જનામાં પોતાને ૧૦ કે બહુ તે ૨૦ ટકા સહકાર મળશે. પરંતુ એકે એક શિક્ષિકા તેની યેજનામાં જોડાવા તૈયાર થઈ ગઈ ! દરેક શિક્ષિકાએ પોતાના વિભાગમાંથી શાળામાં રાત્રે જેટલાં અભણ ભણવા આવે તે દરેકને ભણાવવાનું માથે લીધું. | તાલુકાના લોકોને અંદર અંદર ભારે તકરારો હતી. અર્થાત્ લોકો અજવાળિયા સિવાય રાત્રે કદી બહાર નીકળવાનું જોખમ ખેડતા નહિ; એટલે શાળાઓ માત્ર અજવાળિયામાંજ રાત્રે ચલાવવાનું જ ઠરાવવામાં આવ્યું.
અભણ લોકોને આ ખબર પહોંચાડવાનું બીજું કામ હતું. તેમને પત્ર લખી ખબર પહોંચાડાય તેમ તો હતું જ નહિ. શાળામાં જતાં પિતાનાં બાળકે કે પાડોશીનાં બાળકે મારફત તેમને ખબર પહોંચાડવામાં આવે તો તે પણ વૃદ્ધોને અપમાન લાગે તેવું હતું. અર્થાત એકજ માર્ગ ખુલ્લો હતો કે દરેકને જાતે મળી ખબર આપવી.
એકી સાથે બધે કામ શરૂ કરવા માટે એક તારીખ નક્કી કરવામાં આવી, ને તે દિવસે પચાસે શિક્ષિકાઓ પિતાપિતાના વિભાગના દરેક અભણને ઉંબરે ઉંબરે ખબર આપવા માટે નીકળી પડી. દરેક ઘેર કાંઈ ને કોઈ મુશ્કેલી હતી, અને દરેકને કોઈને કોઈ રીતે પતાવવાનું જ હતું. મુખ્ય વાધો દરેક સ્થળે એકજ બતાવવામાં આવતો, “પાકે ઘડે હવે કાંઈ કાંઠા ચડે ? અમે તો હવે ઘરડાં થયાં. ”
શાળાઓ શરૂ કરવા માટે એક અજવાળી રાત્રિ નક્કી કરવામાં આવી. તે દિવસે અનેક અભણેએ અક્ષરજ્ઞાન લેવા માટે શાળા તરફ પ્રથમ પગલાં માંડયાં. આ દશ્ય ખરેખર અદ્દભુત હતું! મિસિસ ટીવાર્ટ અને તેની સહાયકારી ૫૦ શિક્ષિકાઓએ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat